અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ બૅન કરવાની માગ, જાણો આખો મામલો

Published: 5th October, 2020 19:10 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સેલેબ્સ ડ્રગ્સને લઈને પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે, જેમાં હવે અક્ષય કુમારનું નામ પણ સામેલ થઈ ગયું છે. અક્ષય કુમારે પણ એક વીડિયો દ્વારા આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો કર્યો છે.

લક્ષ્મીબૉમ્બ
લક્ષ્મીબૉમ્બ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Bollywood Actor Sushant Singh Rajput)ના નિધન પછી બોલીવુડ (Bollywood)માં ડ્રગ્સ મામલે (Drugs Case) લાંબો વિવાદ છેડાયો છે. એક્ટરના નિધનની તપાસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું અને તેના પછી દીપિકા પાદુકોણ (Deepika Padukone), સારા અલી ખાન (Sara Ali Khan) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) જેવી હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન, સેલેબ્સ ડ્રગ્સને લઈને પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે, જેમાં હવે અક્ષય કુમાર (Akshay Kumar)નું નામ પણ સામેલ થઈ ગયું છે. અક્ષય કુમારે (Akshay Kumar) પણ એક વીડિયો (Video) દ્વારા આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો કર્યો છે.

હકીકતે, અક્ષય કુમારે વીડિયોમાં બોલીવુડનો સાથ આપ્યો અને કહ્યું કે એવું નથી કે બોલીવુડ સાથે જોડાયેલા બધાં જ લોકો ડ્રગ્સ લે છે. આના પર ઘણી બોલીવુડ હસ્તીઓએ અક્ષય કુમારનો સાથ આપ્યો છે. અક્ષય કુમારનું ડ્રગ્સ કનેક્શનને લઈને કહેવું છે કે એવું નથી કે બોલીવુડમાં ડ્રગ્સની પ્રૉબ્લેમ નથી પણ એનો એ અર્થ પણ નથી કે બધાં લોકો ડ્રગ્સ લે છે. હવે અક્ષય કુમારનું બોલીવુડ સેલેબ્સના પક્ષમાં બોલવું એક ખાસ વર્ગને ગમ્યું નથી અને તે અક્ષય કુમારના આ વીડિયોનો વિરોધ કરી રહ્યા છે.

એટલું જ નહીં આ લોકોએ ટ્વિટર પર એક મોહિમ પણ ચલાવી છે, જેમાં અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ લક્ષ્મી બૉમ્બ બૅન કરવાની માગ કરવામાં આવી રહી છે. આ માટે લક્ષ્મી બૉમ્બને બૅન કરવા માટે #banLaxmiBomb હેશટૅગ સાથે ટ્વીટ કરવામાં આવી રહ્યા છે અને હવે આ ટૉપ ટ્રેન્ડિંગ હેશટૅગમાં સામેલ થઈ ગયું છે, એટલે કે હજારો લોકએ આ મુદ્દે ટ્વીટ કર્યા છે. લોકોનું કબેવું છે કે અક્ષય કુમારની ફિલ્મનો બહિષ્કાર થવો જોઇએ. હવે લોકો આ પ્રકારના ટ્વીટ કરી રહ્યા છે.

જણાવવાનું કે અક્ષય કુમારે હાથ જોડીને પ્રાર્થના કરી કે ઇન્ડસ્ટ્રીને બદનામ વિશ્વ જેવી નજરે ન જોવામાં આવે. અક્ષય કુમારે કહ્યું કે, "એવામાં જો આજે તમારા સેન્ટીમેન્ટમાં ગુસ્સો છે તો તે ગુસ્સો પણ અમારા માથે છે. સુશાંત સિંહ રાજપૂતના એકાએક નિધન પછી એવા ઘણાં બધા ઇશ્યૂઝ સામે આવ્યા છે. જેણે અમને પણ એટલા જ દુઃખી કર્યા છે જેટલા તમને બધાને." સાથે જ અક્ષય કુમારે સુશાંત સિંહ રાજપૂતના નિધનના કેસ અંગે થતી ઇન્વેસ્ટિગેશન પર પણ સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK