અક્ષય કુમારે એક યુટ્યુબરને મોકલી રૂ.500 કરોડની માનહાનિની નોટિસ, જાણો કેમ?

Published: 19th November, 2020 15:24 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

યુ-ટ્યુબરે આરોપ લગાવ્યો છે કે અક્ષય કુમારે મુંબઈ પોલીસ, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સાથે સિક્રેટ મીટિંગ કરી હતી. ઉપરાંત આ યુટ્યુબરે અક્ષય કુમાર વિરુદ્ધ ખોટી માહિતી અને અપમાનજનક વીડિયો પોસ્ટ કર્યા હતા.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં બિહારના એક યુટ્યુબરને 500 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે. એફએફ ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પર યુ-ટ્યુબરે આરોપ લગાવ્યો છે કે અક્ષય કુમારે મુંબઈ પોલીસ, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સાથે સિક્રેટ મીટિંગ કરી હતી. ઉપરાંત આ યુટ્યુબરે અક્ષય કુમાર વિરુદ્ધ ખોટી માહિતી અને અપમાનજનક વીડિયો પોસ્ટ કર્યા હતા.

એટલું જ નહીં, યુટ્યુબરે તેમના મૃત્યુ બાદ સુશાંત સિંહ રાજપૂત વિશે ખોટી માહિતી ધરાવતા વીડિયો અપલોડ કર્યા હતા અને 15 લાખની કમાણી કરી હતી. કેસ સપાટી પર આવ્યા બાદ મુંબઈ પોલીસે યુટ્યુબર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જોકે, બાદમાં તેને એ શરતે જામીન મળ્યા હતા કે તે તપાસમાં પોલીસને સહકાર આપશે.

આ યુટ્યુબરનું નામ રાશિદ સિદ્દીકી (25) છે. રાશિદ બિહારનો રહેવાસી છે અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. રાશિદ એફએફ ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેના પર તેમણે મુંબઈ પોલીસ, આદિત્ય ઠાકરે અને અક્ષય કુમાર વિરુદ્ધ કેટલાક અપમાનજનક વીડિયો પોસ્ટ કર્યા હતા. કેસ સપાટી પર આવ્યા બાદ શિવસેનાના લીગલ સેલના વકીલ ધર્મેન્દ્ર મિશ્રાએ રાશિદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે રાશિદ સામે માનહાનિ, જાહેરમાં બદનામ કરવા અને ઇરાદાપૂર્વક કોઈનું અપમાન કરવાનો કડક આરોપ લગાવ્યો હતો. જોકે, કોર્ટે રશીદને જામીન આપ્યા હતા કે તે વધુ પોલીસ તપાસમાં સહકાર આપશે.

આ યુટ્યુબ ચેનલ પર અક્ષય કુમાર વિરુદ્ધ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ખોટી માહિતી આપી હતી કે અક્ષય કુમાર, સુશાંત એમએસ ધોનીની ફિલ્મ મળવાથી નાખુશ છે. એટલું જ નહીં, સુશાંતના મૃત્યુના કિસ્સામાં અક્ષયે આદિત્ય સાથે ગુપ્ત મુલાકાત કરી હતી અને રિયાને કેનેડા મોકલવામાં મદદ કરી હતી. હવે સમગ્ર કેસ સામે આવ્યા બાદ અક્ષયે રાશિદને નોટિસ મોકલી છે.

આ બાબતે વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ કહ્યું, "સુશાંતનું મૃત્યુ લોકો માટે પૈસાનો સ્ત્રોત બની ગયું કારણ કે લોકોને આ કેસમાં રસ હતો. એક વાર મીડિયાએ આ કિસ્સામાં જુદી જુદી વાર્તાઓ બતાવવાનું શરૂ કર્યું ત્યારે યુટ્યુબર્સને પણ ફેક કન્ટેન્ટ મૂકવાની તક મળી. તેણે મુંબઈ પોલીસની છબી બગાડી અને પૈસા કમાયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK