કેમ સોનાક્ષીએ અક્ષયકુમાર પર ઉપાડ્યો હાથ ! જુઓ વાઈરલ વીડિયો

Published: Aug 14, 2019, 10:51 IST | મુંબઈ

અક્ષયકુમાર હાલ પોતાની ફિલ્મ મિશન મંગલના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષયકુમાર મિશન મંગલની આખી ટીમ સાથે ઈન્ટરવ્યુ આપી રહ્યા છે અને જુદી જુદી ઈવેન્ટમાં હાજરી આપી રહ્યા છે

સોનાક્ષીને મેક અપ કરી રહેલા અક્ષયકુમાર
સોનાક્ષીને મેક અપ કરી રહેલા અક્ષયકુમાર

અક્ષયકુમાર હાલ પોતાની ફિલ્મ મિશન મંગલના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષયકુમાર મિશન મંગલની આખી ટીમ સાથે ઈન્ટરવ્યુ આપી રહ્યા છે અને જુદી જુદી ઈવેન્ટમાં હાજરી આપી રહ્યા છે. મિશન મંગલના પ્રમોશન દરમિાયન અક્ષયકુમાર મસ્તી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે.

આ વીડિયોમાં અક્ષયકુમાર સોનાક્ષી સિંહાને મેકઅપ કરી રહ્યા છે. જ્યારે અક્ષયકુમાર સોનાક્ષી સિંહાના ચહેરા પર મેક અપ કરી રહ્યા છે, ત્યારે મસ્તીમાં સોનાક્ષીના નાક પર મેક અપ કરવા માટે વપરાતું બ્રશ લગાવી દે છે. જે બાદ સોનાક્ષી સિંહા મસ્તી મસ્તીમાં અક્ષયકુમારને મારે છે, અને પછી બંને હસવા લાગે છે.

આ જુઓ વીડિયો

 
 
 
View this post on Instagram

.@akshaykumar turns makeup artist for @aslisona , but with these two, there is always a twist😉 #MissionMangal #SonakshiSinha #akshaykumar

A post shared by Mangesh Kamble (@mangesh_b.kamble) onAug 13, 2019 at 5:23am PDT

એટલું જ નહીં, તાજેતરમાં જ્યારે અક્ષયકુમાર ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી આવ્યા હતા, ત્યારે પણ અક્ષયકુમારે કંઈક એવું કર્યું કે બધા જ જોતા રહી ગયા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટરનો ફોન વાગ્યો. તો અક્ષયકુમારે રિપોર્ટરનો ફોન ઉપાડીને કહ્યું,'અમે પ્રેસ કોન્ફરન્સમાં છીએ, હું અક્ષયકુમાર વાત કરું છું. થોડીવારમાં ફોન કરીશું.' બાદમાં આ વીડિયો પણ વાઈરલ થયો છે.

અક્ષયકુમારે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. અક્ષયે કહ્યું હતું જ્યારે તે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર 200 રૂપિયા જ હતા, આજે તેમની પાસે ખૂબ પૈસા છે. અક્ષયકુમાર ફિલ્મ મિશન મંગલ ઉપરાંત હાઉસફુલ 4, ગુડ ન્યૂઝ, સૂર્યવંશી અને લક્ષ્મી બોમ્બમાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ? 

ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ પિલ્મમાં ભારતે પહેલા જ પ્રયાસમાં મંગળ પર મોકલેલા મંગલયાનની સ્ટોરી દર્શાવવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK