Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉકેલાય ગયો Laxmmi Bombનો વિવાદ, રાઘવ લૉરેન્સની વાપસી

ઉકેલાય ગયો Laxmmi Bombનો વિવાદ, રાઘવ લૉરેન્સની વાપસી

02 June, 2019 12:42 PM IST | મુંબઈ

ઉકેલાય ગયો Laxmmi Bombનો વિવાદ, રાઘવ લૉરેન્સની વાપસી

'લક્ષ્મી બૉમ્બ'

'લક્ષ્મી બૉમ્બ'


અક્ષયકુમાર (Akshay Kumar)ની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ (Laxmmi Bomb)ના નિર્દેશન રાધવ લોરેન્સ (Raghav Lawrence)ની ફિલ્મમાં વાપસી થઈ ગઈ છે. રાઘવે ક્રિએટિવ ડિફરન્સિસના કારણથી ફિલ્મ છોડી દીધી હતી, પણ એમણે જણાવ્યું કે વિવાદ ઉકેલાય ગયો છે. રાઘવે એના માટે અક્ષયકુમાર અને પ્રોડ્યૂસરનો આભાર માન્યો છે.

રાઘવે ઉકેલની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપતા જણાવ્યું કે તેઓ ફિલ્મના નિર્દેશનના રૂપે પાછા આવ્યા છે. એની સાથે રાઘવે એક નોટ પણ લખ્યું છે, જેમા કહેવામાં આવ્યું છે કે અક્ષયકુમાર સરને એમની ભાવનાઓ સમજવા માટે આભાર અને નિર્માતા શબીના ખાનને પણ આભાર. રાઘવે ખુશી વ્યક્ત કરી છે કે અક્ષયની સાથે ફિલ્મમાં પાછા ફર્યા.



જાણકારી વગર પોસ્ટર રિલીઝથી ગુસ્સે થયા હતા રાઘવ


18 મેના રોજ અક્ષયકુમારે લક્ષ્મી બૉમ્બનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું અને કેટલાક કલાક બાદ જ ફિલ્મના નિર્દેશક રાઘવ લૉરેન્સે ફિલ્મ છોડવાનો નિર્ણય લઈને મોટો ધમાકો કર્યો હતો. રાઘવે લક્ષ્મી બૉમ્બને છોડવાની જાહેરાત ટ્વિટર દ્વારા કરવામાં આવી હતી. એમણે એક નોટ લખીને જણાવ્યું હતું કે તેઓ ફિલ્મના ક્રિએટિવ નિર્ણયોથી ખુશ નથી. એમણે આ આરોપ પણ લગાવ્યો કે ફિલ્મનો ફર્સ્ટ લુક એમની સલાહ લગર રિલીઝ કરી દીધો હતો. એમને બહારની વ્યક્તિથી સમાચાર મળ્યા કે લક્ષ્મી બૉમ્બનુો પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. નોટ શૅર કરતાની સાથે રાઘવે લખ્યું - પ્રિય મિત્રો અને ચાહકો, આ દુનિયામાં દૌલત અને શોહરતથી અધિક, કોઈ વ્યક્તિના ચરિત્રનો સૌથી મહત્વનો હિસ્સો એમનો સ્વાભિમાન છે. એટલે મને આ પ્રોજેક્ટથી બહાર જવાનો નિર્ણય લીધો હતો.

રાઘવે એ પણ કહ્યું હતું કે તેઓ ઈચ્છો તો ફિલ્મની સ્ક્રિપ્ટ પણ પાછી લઈ શકતા હતા, પરંતુ એવું નહીં કરે, અક્ષયકુમારનું બહુ સમ્માન કરે છે.


આ પણ વાંચો : સૈફ-કરીનાના લગ્નમાં આવી દેખાતી હતી 16 વર્ષની સારા અલી ખાન

તામિલ ફિલ્મ કંચનાનું રિમેક છે લક્ષ્મી બૉમ્બ

જણાવી દઈએ કે હૉરર કૉમેડી લક્ષ્મી બૉમ્બ તામિલ ફિલ્મ કંચનાનું ઑફિશિયલ રિમેક છે, જે રાઘવે ડિરેક્ટ કરી હતી. ફિલ્મની વાર્તા એવા વ્યક્તિની આજુ-બાજુ ફરે છે, જેમાં એક ટ્રાન્સજેન્ડરની આત્મા આવી જાય છે. લક્ષ્મી બૉમ્બનું પહેલુ પોસ્ટર આ પાસાંને ઉજાગર કરે છે. ફિલ્મમાં કિયારા આડવાણી ફિમેલ લીડ રોલમાં છે. લક્ષ્મી બૉમ્બ આ વર્ષે 5 જૂને રિલીઝ માટે સ્લેટેડ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 12:42 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK