બૅક ટુ પૅવિલિયન

Published: 3rd October, 2020 19:01 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

વાણી કપૂર અને અક્ષય કુમાર પ્રાઇવેટ જેટમાં મુંબઈ પાછાં ફર્યા

વાણી કપૂર અને અક્ષય કુમાર
વાણી કપૂર અને અક્ષય કુમાર

અક્ષયકુમાર તેની ‘બેલ બૉટમ’નું શૂટિંગ પૂરું કરીને ફરી મુંબઈ આવી રહ્યો છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ ગ્લાસગોમાં કર્યું હતું અને ત્યાંથી લંડન ગયો હતો. લંડનમાં શૂટિંગ પૂરું કરીને તેઓ હવે પ્રાઇવેટ જેટમાં મુંબઈ પાછાં ફરી રહ્યાં છે. અક્ષય તેની પત્ની અને બાળકો સાથે હતો. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ છે. વાણી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘મિશન પૂરું થયું. કોરોના વાઇરસમાં ‘બેલ બૉટમ’ના લાંબા પરંતુ સારા શેડ્યુલ બાદ શૂટિંગ પૂરું કર્યું છે. હવે ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK