અક્ષય કુમારની હિરોઇને શેર કરી હનીમૂનની તસવીરો, થઈ રહી છે વાયરલ

Updated: Jul 01, 2019, 15:35 IST | મુંબઈ ડેસ્ક

આરતી છાબરિયાએ પોતાના પતિ વિશારદ સાથે માલદીવમાં હનીમૂન એન્જોય કરી રહી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો નાખી છે.

આરતી છાબરિયા
આરતી છાબરિયા

આરતી છાબરિયાએ પોતાના પતિ વિશારદ સાથે માલદિવમાં હનીમૂન એન્જોય કરતી કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આમાં તે ઘણી સુંદર દેખાઇ રહી છે. તેના ચાહકોને પણ આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે, અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

Hello my #instafam ! Thank you for all the love.. #maldives #mirihi #mirihiislandresort #asuniqueasyou

A post shared by Aarti Chabria (@aartichabria) onJun 27, 2019 at 6:15am PDT

આરતી આ તસવીરોમાં બીચ પર પૉઝ આપતી જોવા મળે છે. તો ક્યારેક પતિ વિશારદનો હાથ પકડીને ઊભેલી દેખાય છે. બન્ને ખૂબ જ રોમેન્ટિક લાગી રહ્યા છે અને બન્નેની જોડી પણ ખૂબ જ સારી છે. આરતી છાબરિયાએ એક તસવીરમાં બ્લેક ડ્રેસ તો બીજી તસવીરમાં વાઈટ ટીશર્ટ સાથે જીન્સ પહેરી છે. આરતીના લગ્ન 24 જૂને બધાં જ રીતિ રિવાજો સાથે થયા. ત્યાર પછી આ કપલ હનીમૂન પર માલદીવ ગયું, આરતીએ લગ્નના દિવસે લાલ કલરનો લહેંગો પહેર્યો હતો. ત્યારે પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે કરી છે ફિલ્મો
આરતી છાબરિયાએ ત્રણ વર્ષથી મોડલિંગ શરૂ કરી દીધી હતી. તેણે 300થી વધુ વિજ્ઞાપનોમાં કામ કર્યું છે. આરતીએ તુમસે દસ તોલા (2010) બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. આ સિવાય તેણે તુમસે અચ્છા કોન હે, આવારા પાગલ દીવાના (અક્ષય કુમાર), હે બેબી, પાર્ટનર (સલમાન ખાન) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે સાઉથની અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આરતી ખતરો કે ખિલાડી સીઝન 4ની વિજેતા રહી ચૂકી છે.

આ પણ વાંચો : Kabir singh ફિલ્મના ઘણા વિરોધ છતાં કલેક્શન 200 કરોડ નજીક પહોંચી

આરતીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ

36 વર્ષની આરતીએ વિશારદ સાથે અરેન્જ્ડ મેરેજ કર્યા છે. વિશારદ ઑસ્ટ્રેલિયામાં ટેક્સ કન્સલ્ટન્ટ છે. આરતીએ પોતાના લગ્ન વિશે વાત કરતાં કહ્યું કે તેણે આશા ન હતી કે લગ્ન માટે કોઈ યોગ્ય પાત્ર મળશે. પણ તેને વિશારદ મળ્યો. તેમાં એ બધા જ ગુણ છે, જેના તે સપના જોતી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK