લક્ષ્મી બૉમ્બનું ગીત 'બુર્જ ખલીફા'નું ગીત રિલીઝ

Published: 18th October, 2020 18:22 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ગીતમાં કિયારા અડવાણી (Kiara Advani)અને અક્ષય કુમાર (Akshay Kumar)નો આ અવનવો લૂક જોવા મળ્યો છે.

લક્ષ્મી બૉમ્બનું ગીત 'બુર્જ ખલીફા'નું ગીત રિલીઝ
લક્ષ્મી બૉમ્બનું ગીત 'બુર્જ ખલીફા'નું ગીત રિલીઝ

અક્ષય કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani) સ્ટારર ફિલ્મ લક્ષ્મી બૉમ્બ (Laxmmi Bomb) દિવાળીના અવસરે રિલીઝ થવાની છે. આ રિલીઝ પહેલા ફિલ્મના બઝ માટે ટ્રેલર (Trailer), ટીઝર (Teaser) અને ગીત રિલીઝ (Song Release) કરવામાં આવી રહ્યા છે. ટ્રેલરને મળેલા રિસ્પૉન્સ પછી ફિલ્મનું પહેલું ગીત બુર્જ ખલિફા (Burj Khalifa) રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગીતમાં કિયારા અડવાણી (Kiara Advani)અને અક્ષય કુમાર (Akshay Kumar)નો આ અવનવો લૂક જોવા મળ્યો છે.

ફિલ્મનું ગીત અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું છે. આ ગીત શૅર કરતી વખતે અક્ષય કુમારે લખ્યું છે કે આ વર્ષનો સૌથી મોટો ડાન્સ ટ્રેકને ડ્રૉપ કરી રહ્યા છીએ. જુઓ, બુર્જ ખલીફા સૉન્ગ. નોંધનીય છે કે ગીતમાં કિયારા અને અક્ષય કુમાર રોમાન્સ કરતા દેખાય છે. ગીતના લોકેશન અને મ્યૂઝિક બન્નેમાં અરબની છાપ છે. કુલ મેળવીને આ ફિલ્મનું એક આઇટમ નંબર છે.

ગીતને અત્યાર સુધી સારો રિસ્પૉન્સ મળ્યો છે. ઝી મ્યૂઝિકના બેનર હેઠળ રિલીઝ થનારા આ ગીતને એક કલાકની અંદર લાખથી વધારે વ્યૂઝ મળી ગયા છે. ડીજે ખુશી-શશિના આ ગીતને લોકો પસંદ કરી રહ્યા છે. આ પહેલા લક્ષ્મી બૉમ્બ ફિલ્મના ટ્રેલરને પણ શાનદાર રિસ્પૉન્સ મળ્યો હતો. એક દિવસની અંદર ટ્રેલરને 70 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા હતા, જે પોતાનામાં જ એક રેકૉર્ડ છે.

ફિલ્મની વાત કરીએ તો લક્ષ્મી બૉમ્બ 9 નવેમ્બરના રોજ હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મ પહેલા થિયેટર્સમાં રિલીઝ કરવાની હતી, પણ કોરોના વાયરસને કારમે ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થવાની છે, છતાં પણ જબરજસ્ત ટક્કર જોવા મળવાની છે. 9 નવેમ્બરના જ રાજકુમાર રાવની છલાંગ પણ રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે બન્ને ફિલ્મો એકબીજા પર કેટલો પ્રભાવ પાડી શકે છે કે કેમ?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK