Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Laxmmi Bomb ટ્રેલર: આ વર્ષની હૉરર-કૉમેડી ફિલ્મ માટે થઈ જાવ તૈયાર

Laxmmi Bomb ટ્રેલર: આ વર્ષની હૉરર-કૉમેડી ફિલ્મ માટે થઈ જાવ તૈયાર

09 October, 2020 02:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Laxmmi Bomb ટ્રેલર: આ વર્ષની હૉરર-કૉમેડી ફિલ્મ માટે થઈ જાવ તૈયાર

'લક્ષ્મી બોમ્બ'ના ટ્રેલરમાં અક્ષય કુમાર

'લક્ષ્મી બોમ્બ'ના ટ્રેલરમાં અક્ષય કુમાર


અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની સહુ કોઈ આતુરાતી રાહ જોઈ રહ્યું છે. આખરે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે અને આજે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું છે. ફિલ્મના ટ્રેલર પરથી અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે, આ હૉરર-કૉમેડી ફિલ્મ સુપરહીટ સાબિત થશે.

રાઘવ લોરેન્સના નિર્દેશનમાં બનેલી હૉરર-કૉમેડી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' તામિળ ફિલ્મ 'મુન્ની 2: કંચના'ની રિમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી અને અક્ષય કુમાર લીડ રોલમાં છે. આ અક્ષયના કરિયરની પહેલી ફિલ્મ છે જેમાં તે એક કિન્નરનો રોલ કરતો જોવા મળશે. ફિલ્મમાં લક્ષ્મણ (અક્ષય કુમાર)ની લક્ષ્મી બનવાની સફર બતાવે છે. ટ્રેલરમાં અક્ષય પોતાના બિંદાસ કૉમેડી અંદાજમાં જોવા મળ્યો છે. 




ટ્રેલર પરથી ખબર પડે છે કે, અક્ષય અને કિઅરાની કેમેસ્ટ્રી બહુ જ સરસ છે. કિન્નરની ભૂમિકામાં અક્ષયે જોરદાર અભિનય રજૂ કર્યો છે. અક્ષય લક્ષ્મીના લુકમાં જામી રહ્યો છે. લક્ષ્મી બોમ્બનો દરેક સીન રોમાંચથી ભરપૂર છે. 3 મિનિટ 40 સેકન્ડનું આ ટ્રેલર જોઈને ચાહકોને 'ભૂલ ભૂલૈયા' તથા 'સ્ત્રી' ફિલ્મ યાદ આવી જશે.

'લક્ષ્મી બોમ્બ' પહેલા 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને થિયેટર બંધ થઈ ગયા હતા. હવે 15 ઓક્ટોબરના રોજ થિયેટર ખુલી રહ્યા છે. ત્યારે ફિલ્મ નવ નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર તથા કિઆરા અડવાણી ઉપરાંત તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કલ્સેકર જેવા કલાકારો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK