વિવાદોમાં ઘેરાયેલી અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'નું બદલાયું નામ...

Published: 29th October, 2020 17:59 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અક્ષય કુમારની આ નવી ફિલ્મ 9 નવેમ્બરના ઓટીટી પ્લેટફૉર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે.

વિવાદોમાં ઘેરાયેલી અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'નું બદલાયું નામ...
વિવાદોમાં ઘેરાયેલી અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'નું બદલાયું નામ...

અક્ષય કુમાર (Akshay Kumar)ની નવી ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ' (Laxmmi Bomb) રિલીઝ થતાં પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ છે. ફિલ્મના નિર્માતાઓએ વિવાદને શાંત કરવા માટે હવે આ ફિલ્મનું નામ બદલાવવાનો નિર્ણય લીધો છે. હવે ફિલ્મના ટાઇટલમાંથી બૉમ્બ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. ફિલ્મનું નવું નામ હશે 'લક્ષ્મી' (Laxmmi). નોંધનીય છે કે ફિલ્મ 9 નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફૉર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર (OTT Platform Disney Plus Hotstar) પર રિલીઝ થવાની છે.

રાઘવ લૉરેન્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને ગુરુવારે સેન્સર સર્ટિફિકેટ માટે મોકલી દેવામાં આવી હતી. સ્ક્રીનિંગ પછી ફિલ્મ મેકર્સ અને CBFC વચ્ચે ફિલ્મને લઈને ચર્ચા થઈ. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા ફિલ્મના પ્રૉડ્યૂસર્સ- શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.

આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે પણ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ ગઈ હતી. ટ્રેલર રિલીઝ થતાં જ અનેક ટ્વિટર યૂઝર્સે આને 'લવ જિહાદ'ને પ્રોત્સાહન આપતી ફિલ્મ છે એવા આરોપ મૂક્યા હતા. જો કે, ફિલ્મનું ટ્રેલર ખૂબ જ લોકપ્રિય પણ થયું હતું, અનેક સિતારાઓએ ટ્રેલરના અને ફિલ્મના વખાણ પણ કર્યા હતા. આમિર ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, "પ્રિય અક્ષય કુમાર, ખૂબ જ સરસ ટ્રેલર, મારા મિત્ર. આ જોવાની રાહ જોઇ શકાતી નથી. આ ખૂબ જ મોટી હિટ સાબિત થશે. કાશ આ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હોત. તારી પરફૉર્મન્સ આઉટસ્ટેન્ડિંગ છે. દરેકને શુભેચ્છાઓ."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK