અક્ષય કુમાર અને કૅટરીના કૈફની 'સિંઘ ઇઝ કિંગ'એ પૂર્ણ કર્યાં 12 વર્ષ

Updated: Aug 08, 2020, 19:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહે કર્યું હતું

'સિંગ ઈસ કિંગ' 8 ઓગસ્ટ 2008ના રોજ રિલીઝ થઈ હતી
'સિંગ ઈસ કિંગ' 8 ઓગસ્ટ 2008ના રોજ રિલીઝ થઈ હતી

અક્ષય કુમાર (Akshay Kumar) અને કૅટરીના કૈફ (Katrina Kaif) અભિનિત અને વિપુલ અમૃતલાલ શાહ (Vipul Amrutlal Shah) નિર્મિત ફિલ્મ 'સિંઘ ઇઝ કિંગ'એ આજે એટલે કે આઠ ઓગસ્ટના રોજ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મ આજે પણ ફૅન્સના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ફિલ્મ સ્વેગ અને હાસ્યનું બેજોડ કૉમ્બિનેશન ધરાવે છે. બીજી બાજુ અભિનેતા-નિર્માતાની જોડી એટલે કે અક્ષય કુમાર અને વિપુલ શાહને ફરી સાથે જોવા માટે સહુ કોઈ કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

Vipul Amrutlal Shah

વિપુલ અમૃતલાલ શાહ

સુપરહિટ ફિલ્મ વિશે અને અક્ષય કુમાર સાથે કામ કરવાના અનુભવ તેમજ અભિનેતા સાથેના બોન્ડિંગ વિશે 'સિંઘ ઇઝ કિંગ' ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે કહ્યું હતું કે, 'મારું અને અક્ષય કુમારનું બોન્ડિંગ ફિલ્મો પુરતું જ મર્યાદિત નથી. અમે અત્યાર સુધી છ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને દરેક વખતનો અનુભવ અદ્ભુત છે. 'સિંઘ ઇઝ કિંગ'માં કામ કરવાનો અનુભવ પણ એવો જ કંઈક છે. મને વિશ્વાસ જ નથી થતો કે ફિલ્મને 12 વર્ષ પૂર્ણ થઈ ગયાં. ભલે 12 વર્ષ થયા હોય પણ ફિલ્મ આજના જમાનામાં પણ હાસ્ય અને સ્વેગનું એક ઉત્તમ ઉદાહરણ આપે છે. અક્ષય સાથેની આ સફર બહુ જ મજેદાર અને સફળ રહી છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK