બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી કરીના કપૂર સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝ મહિનાના અંતે રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના ટ્રેલર અને અનેક પ્રોમો, પોસ્ટર બાદ આજે એક ગીત રિલીઝ થયું છે. 'લાલ ઘાઘરા' નામના આ ગીતને અક્ષય કુમારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કર્યું છે. સુપર ડાન્સ સૉન્ગ 'લાલ ઘાઘરા'માં અક્ષય કુમાર અને કરીના કપૂર જબરજસ્ત ડાન્સ કરતાં દેખાય છે.
આ ગીતના લિરિક્સ 'લાલ ઘાઘરા' સાથે જોડાયેસા છે અને ગીતના એક સીનમાં અક્ષ. કુમાર પોતે પણ લાલ લહેંગો પહેરીને ડાન્સ કરતો દેખાય છે. તો કરીના પણ લાલ લહેંગામાં ડાન્સ કરે છે અને આ લહેંગા પર જ આખું ગીત આધારિત છે. આખું ગીત અક્ષય અને કરીના પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત મંજ મુસિક, નેહા કક્કડ અને હરબી સહારાએ ગાયું છે.
આ ગીતના પહેલા ટીઝર પણ શૅર કરવામાં આવ્યું હતું અને હવે ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ કરતી વખતે અક્ષય કુમારે લખ્યું હતું, "કર લો ઘાઘરા ટાઇટ... બેબો ઔર મેં આ રહે હૈં." ગીત રિલીઝ થતાંની સાથે જ લગભગ હજારો લોકોએ આ ગીત જોઇ લીધું અને યૂટ્યૂબ પર તેના વ્યૂઝ લાખોમાં થયા.
આ પણ વાંચો : સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...
જો ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર સાથે દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ દેખાવાના છે. ફિલ્મ સ્પર્મ એક્સચેંજ ઇન્સિડેન્ટ પર આધારિત છે અને આમાં બે પ્રેગ્નેન્ટ મહિલાઓની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય અને કરીનાની જોડી અને દિલજીત સાથે કિયારાની જોડી બતાવવામાં આવી છે.
રામ સેતુમાં અક્ષયકુમાર સાથે જોવા મળશે જૅકલિન અને નુશરત?
5th March, 2021 11:44 ISTઅહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે
3rd March, 2021 11:46 ISTAkshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
27th February, 2021 17:36 ISTબચ્ચન પાન્ડેનું અક્ષય સાથેનું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતી સૅનને
23rd February, 2021 11:44 IST