અક્ષય કુમાર-કરીના કપૂરની 'ગુડ ન્યૂઝ', પહેલા દિવસે કરી આટલી કમાણી

Published: Dec 28, 2019, 12:18 IST | Mumbai Desk

દબંગ 3 બૉક્સ ઑફિસ પર હોવા છતાં ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. દબંગ 3 ગયા અઠવાડિયે 20 ડિસેમ્બરના રિલીઝ થઈ છે.

બૉક્સ ઑફિસ પર ગુડ ન્યૂઝની ટક્કર સલમાન ખાનની દબંગ 3 સાથે છે. દબંગ 3 બૉક્સ ઑફિસ પર હોવા છતાં ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. દબંગ 3 ગયા અઠવાડિયે 20 ડિસેમ્બરના રિલીઝ થઈ છે.

અક્ષય કુમાર અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ ગુડ ન્યૂઝ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ગુડ ન્યૂઝને ક્રિટિક્સ પાસેથી સારો રિસ્પૉન્સ મળ્યો છે. ટિકિટ વિન્ડો પર પણ ગુડ ન્યૂઝની જબરજસ્ત ઓપનિંગ થઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે, ફિલ્મે પહેલા દિવસે 17.56 કરોડની કમાણી કરી છે.

જણાવીએ કે મોર્નિંગમાં ગુડ ન્યૂઝની શરૂઆત થોડી ધીમી હતી, પણ સાંજ સુધી ફિલ્મે સારી પકડ જમાવી લીધી. ફિલ્મે પહેલા દિવસે બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મ દ્વારા વીકએન્ડ પર વધું સારું કલેક્શન કરવાની આશા છે.

બૉક્સ ઑફિસ પર ગુડ ન્યૂઝની ટક્કર સલમાન ખાનની દબંગ 3 હોવા છતાં ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. દબંગ 3 ગયા અઠવાડિયે 20 ડિસેમ્બરના રિલીઝ થઈ છે.

શું છે ફિલ્મની સ્ટોરી?
ફિલ્મ ગુડ ન્યૂઝ વરુણ (અક્ષય કુમાર) અને દીપ્તિ બત્રા (કરીના કપૂર ખાન) એક મૉડર્ન અને હાઇ-ફાઈ કપલની સ્ટોરી છે. તે બન્ને મુંબઇમાં રહે છે. બન્ને પોતાના કરિઅર પર ધ્યાન આપી રહ્યા છે અને સાથે જ બાળકને જન્મ આપવાનો પ્રયત્ન કરવામાં લાગ્યા છે.

દીપ્તિ બત્રા બાળકો ઇચ્છે છે અને વરુણ માટે આ વાત એક હદ સુધી મુશ્કેલી બની ગઈ છે. બન્નેના તમામ પ્રયત્નો છતાં દીપ્તિ બત્રા પ્રેગ્નેન્ટ થઇ શકતી નથી. એવામાં દીપ્તિ અને વરુણના ઘરવાળા જ IVF દ્વારા બાળકને જન્મ આપે તેવી સલાહ આપે છે. બસ આ ફિલ્મની સ્ટોરીમાં અહીંથી જ ટ્વિસ્ટની શરૂઆત થઈ જાય છે. અહીં દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીની એન્ટ્રી થાય છે.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

જણાવીએ કે ફિલ્મ રાજ મેહતાએ ડાયરેક્ટ કરી છે. આમાં અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી છે. દર્શકોએ આને ઇમોશન્સ અને કૉમેડીનું જબરજસ્ત કૉમ્બિનેશન કહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK