Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Teri Mitti Song:કોરોના વૉરિયર્સને સમર્પિત, અક્ષયનું ગીત, જુઓ વીડિયો

Teri Mitti Song:કોરોના વૉરિયર્સને સમર્પિત, અક્ષયનું ગીત, જુઓ વીડિયો

24 April, 2020 02:08 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Teri Mitti Song:કોરોના વૉરિયર્સને સમર્પિત, અક્ષયનું ગીત, જુઓ વીડિયો

અક્ષય કુમાર (ફાઇલ ફોટો)

અક્ષય કુમાર (ફાઇલ ફોટો)


બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને ફિલ્મ નિર્માતા કરણ જોહર સાથે મળીને કોરોના સામે લડતાં મેડિકલ વર્કર્સના સન્માનમાં તેરી મિટ્ટી ગીત લઈને આવ્યા છે. આ ગીતની માહિતી અક્ષય કુમારે ટ્વીટ કરીને તેમજ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને આપી છે. ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું.

અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર આ ગીત શૅર કર્યું છે. પોસ્ટના કૅપ્શનમાં તેણે લખ્યું છે કે, "સાંભળ્યું હતું કે ડૉક્ટર્સ ભગવાનનું સ્વરૂપ હોય છે પણ કોરોના વાયરસ સામેની આ જંગમાં જોઇ પણ લીધું. આ ગીત સફેટ કોટમાં જે હીરોઝ છે તેમની માટે છે."



આ પહેલા અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર ગીતનું ટીઝર રિલીઝ કર્યું હતું. પોસ્ટના કૅપ્શનમાં તેણે લખ્યું હતું કે, "કોઇકે સાચું કહ્યું છે, મુશ્કેલીના સમયમાં ફક્ત અંગત હોય તે સાથ આપે છે અને આપણી સાથે આ મુશ્કેલીમાં સૌથી આગળ હોય છે અને આપણા પોતાના ડૉક્ટર્સ જે સફેદ કોટમાં છે તે સૈનિકોથી ઓછા નથી. જુઓ #TeriMitti - Tribute कल 12.30 pm આમારા તરફથી ખાસ તેમની માટે."



તો, કરણ જોહરે પણ સોશિયલ મીડિયા પર લખ્યુ હતું કે, તે દિવસ રાત આપણી માટે કામ કરે છે. એવામાં આપણે તેમને પોતાની તરફથી આ નાનકડું સન્માન તો આપી જ શકીએ છીએ અને આ ગીત ખૂબ જ સરસ બન્યું છે. "સરહદ પર જો વર્દી ખાકી થી, અબ રંગ સફેદ હુઆ, તેરી મિટ્ટી મેં મિલ જાવા, દિલ બન કે મેં ખિલ જાવાં...બસ ઇતની સી હૈ આરઝૂ..."

ઉલ્લેખનીય છે કે કોરોના સામેની જંગમાં અક્ષય કુમાર આગળ આવીને મદદ કરી રહ્યો છે. તેણે તાજેતરમાં જ બૃહન્મુંબઇ નગર નિગમ (BMC)ને પીપીઇ કિટ તૈયાર કરવા માટે 3 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા તે 25 કરોડ રૂપિયાની રકમ આપી ચૂક્યો છે.

જો કે, આ પહેલા સલમાન ખાને પણ કોરોના પર પોતાનું એક ગીત રિલીઝ કર્યું છે. સલમાનનું ગીત ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે. આ સંકટના સમયમાં બોલીવુડ મન મૂકીને મદદ કરતું જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2020 02:08 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK