અક્ષય-ફરહાનની દોસ્તી મેં દરાર

Published: 24th August, 2012 06:34 IST

ફારાહે પતિની ફિલ્મ જોકરના પ્રમોશન માટે શાહરુખ ખાનનો સંપર્ક કરતાં અક્ષયકુમાર નારાજ થઈ ગયો હોવાથી સોનાક્ષી સિંહા એકલી જ ફિલ્મ પ્રમોટ કરે છે

akshay-farhanબૉલીવુડમાં બહુ જોરશોરથી વાતો ગાજી રહી છે કે અક્ષયકુમાર ડિરેક્ટરમાંથી ઍક્ટર બનેલી ફારાહ ખાનથી ખૂબ અપસેટ છે. ફારાહના હસબન્ડ શિરીષ કુંદરની ફિલ્મમાં અક્ષય હીરો છે ને તે એના પ્રમોશન માટે કામ નથી કરી રહ્યો. ફારાહ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાનને મળવા મન્નતમાં ગઈ હતી એથી અક્કીને માઠું લાગ્યું છે. કિંગ ખાનને આ ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી. ભલે તે ફારાહનો ફ્રેન્ડ છે, પણ તે પોતાની ફિલ્મને પ્રમોટ કરે એ વાતથી અક્કીને ખૂબ તકલીફ છે. હાલમાં અક્ષયની કો-સ્ટાર સોનાક્ષી સિંહા એકલી જ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. પ્રમોશન દરમ્યાન અક્કી કેમ હાજર નથી એનો સોનાક્ષીએ જવાબ શોધી કાઢ્યો છે ને તે કહેતી ફરે છે કે ફિલ્મમાં જે એલિયનની વાત છે તે અક્ષયને ક્યાંક લઈ ગયો છે.

એનો મતલબ એ કે અત્યારે અક્ષય પોતાની ફિલ્મનું પ્રમોશન પૃથ્વી સિવાયના બીજા જ કોઈ ગ્રહ પર જઈને કરી રહ્યો છે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK