જુઓ, અક્કીના કાર-નામા

Published: 4th December, 2012 06:03 IST

પંજાબના ભટિન્ડામાં ખિલાડી ૭૮૬ના પ્રમોશન માટે જનમેદની ભરેલા ગ્રાઉન્ડમાં અક્ષયકુમાર પગેથી કાર ચલાવીને ગયો




અક્ષયકુમાર અઘરા સ્ટન્ટ્સ જાતે કરવા માટે જાણીતો છે. આ વખતે ફિલ્મના શૂટિંગ માટે નહીં પણ આગામી ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ના પ્રમોશન માટે તેણે સ્ટન્ટ પફોર્ર્મ કયોર્ હતો. અક્કીએ પગેથી કાર ચલાવવાના કારનામા કર્યા હતા.

હાલમાં તે પંજાબના ભટિન્ડામાં છે. આમ તો તેણે પોતાની એન્ટ્રી બાઇક પર કરવાનું વિચાર્યું હતું, પણ છેલ્લી ઘડીએ પ્લાનમાં ચેન્જ થયો. તેના માટે બાઇકને બદલે કાર લાવવામાં આવેલી. તે બૅકસ્ટેજથી ઓપન ગ્રાઉન્ડમાં જ્યાં પહેલેથી જ ક્રાઉડ મોજૂદ હતું ત્યાં ગાડી ચલાવી લાવ્યો, એ પણ પગેથી ચલાવીને. એ જોઈને ત્યાં હાજર સૌ અચંબિત રહી ગયા.

આ વિશે ફિલ્મના ક્રીએટિવ પ્રોડ્યુસરને પૂછવામાં આવ્યું તો તેમણે પણ કન્ફર્મ કર્યું કે હા, અક્કી પગેથી કાર ચલાવીને ગ્રાઉન્ડમાં આવેલો.

ફિલ્મ પ્રમોશન માટે અક્કી જ્યારે ઇન્દોરની ટ્રિપ પર ગયેલો ત્યારે તેણે હમર બ્રૅન્ડની સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ જેવી મોટી ગાડી લાવવા રિક્વેસ્ટ કરેલી. ઇવેન્ટ કો-ઑર્ડિનેટ કરતી એજન્સીએ અક્કી માટે તેને પસંદ પડે એવી ગાડીની વ્યવસ્થા પણ કરેલી. અક્ષયને આવાં સ્પોટ્ર્સ યુટિલિટી વેહિકલ્સ ખૂબ ગમે છે એટલે તે ડ્રાઇવર સાથે જાતજાતની કાર વિશે વાતો કરતો રહ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK