અજય દેવગનની 'મૈદાન' હવે આવતા વર્ષે થશે રિલીઝ

Published: Jul 04, 2020, 15:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

13 ઑગસ્ટ 2021ના રોજ થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ

અભિનેતા અજય દેવગને સોશ્યલ મીડિયા પર ફિલ્મ રિલીઝની નવી તારીખની જાહેરાત કરી છે
અભિનેતા અજય દેવગને સોશ્યલ મીડિયા પર ફિલ્મ રિલીઝની નવી તારીખની જાહેરાત કરી છે

અભિનેતા અજય દેવગનની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોત હોય છે. લૉકડાઉન પહેલા થિયેટરમાં રિલીઝ થયેલી અજય દેવગનની ફિલ્મ 'તાન્હાજી: ધ અનસંગ વૉરિયર'એ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા મેળવી હતી. ત્યારબાદ ચાહકો અભિનેતાની સ્પોર્ટસ બાયૉપિક ફિલ્મ 'મૈદાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. જેની રિલીઝ તારીખ આખરે જાહેર થઈ ગઈ છે.

અજય દેવગન અભિનિત ફિલ્મ 'મૈદાન' આવતા વર્ષે એટલે કે 13 ઑગસ્ટ 2021ના રોહ થિયેટરમાં રિલીઝ થશે. 'મૈદાન'  ફિલ્મમાં અજય દેવગન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવે છે. જેની લિડરશીપમાં ભારતીય ફુટબોલ ટીમે 1951 અને 1962માં એશિયન ગેમ્સમાં વિજય મેળવ્યો હતો. સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે કાર્યરત હતાં. તેમના માર્ગદર્શનને કારણે ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.

અમિત શર્મા દિગ્દર્શિત 'મૈદાન' ફિલ્મ હવે 13 ઑગસ્ટ 2021ના રોજ રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ 27 નવેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરના વાયરસને કારણે ફિલ્મનું શૂટિંગ અટકી જતા તારીખ લંબાવીને 11 ડિસેમ્બર 2020 કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે શૂટિંગ લંબાયુ અને ત્યારબાદ વરસાદ લીધે શૂટિંગ ન થઈ શકતા ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK