Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની દિકરી થઈ 17 વર્ષની, અભિનેતાએ સેલ્ફી શેર કરીને આપી શુભેચ્છા

અજય દેવગનની દિકરી થઈ 17 વર્ષની, અભિનેતાએ સેલ્ફી શેર કરીને આપી શુભેચ્છા

20 April, 2020 03:16 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અજય દેવગનની દિકરી થઈ 17 વર્ષની, અભિનેતાએ સેલ્ફી શેર કરીને આપી શુભેચ્છા

અજય દેવગન દિકરી ન્યાસા સાથે

અજય દેવગન દિકરી ન્યાસા સાથે


અભિનેતા અજય દેવગન અને કજોલની પુત્રી ન્યાસાનો આજે 17મો જન્મ દિવસ છે. ત્યારે પિતા અજય દેવગને સોશ્યલ મિડિયા પર દિકરી સાથેનો સેલ્ફી પોસ્ટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. અજયે કેપ્શનમાં લઝ્યું હતું કે, વ્હાલી દિકરી, જન્મદિવસી શુભેચ્છા, આજે અને હંમેશા તું ખુશખુશાલ રહે તેવી શુભેચ્છા. ઘરે રહો, સુરક્ષિત રહો.

 
 
 
View this post on Instagram

Happy Birthday dear daughter?Wishing you every happiness today and forever. Stay home, stay safe. @nysadevgan @kajol

A post shared by Ajay Devgn (@ajaydevgn) onApr 19, 2020 at 9:52pm PDT




ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003 ના રોજ થયો હતો. ન્યાસા અત્યારે સિંગાપુરમાં ભણી રહી છે. પરંતુ કોરોના વાયરસ (COVID-19)ને લીધે માર્ચ મહિનાની શરૂઆતમાં જ તેની સ્કુલ બંધ થઈ ગઈ હતી. એટલે કાજોલ તેને લેવા ગઈ હતી અને ત્યરબાદ બન્નેને કોરોના થયો હોવાની અફવાઓ ફેલાઈ હતી. બાદમાં અફવાઓને અજય દેવગને રદિયો આપ્યો હતો.

ફક્ત અજયે જ નહીં પણ કાજોલે પણ દિકરીના જન્મદિવસ નિમિત્તે એક વિડિયો શેર કર્યો હતો અને તેને શુભેચ્છા આપી હતી. કાજોલે કેપ્શનમાં લખ્યું હતું કે, મારા દિલના 17 ટુકડા જેના છે એ દુનિયાની સૌથી સુંદર છોકરી છે.


ન્યાસા મમ્મી અને પપ્પાની બહુ નજીક છે. તેમા પણ વિશેષ અજય દેવગનની. એકવાર એક ઈન્ટરવ્યુમાં અજયે ક્હયું હતું કે, ન્યાસા બહુ સમજદાર છે. તે વધારે વિછારે અને વસ્તુઅ એનલાઈઝ પણ કરે છે. મારા બન્ને બાળકો મારા માટે સ્ટ્રેસ બસ્ટર છે. ન્યાસા ફિલ્મોમાં જવા નથી માંગતી. તેનું સપનું વિશ્વ વિખ્યાત શેફ બનવાનું છે. કજોલે પણ અનેકવાર કબુલ્યું છે કે ન્યાસાને રસોઈ બનાવવાનો બહુ શોખ છે. ન્યાસા ભણવામાં પણ હોશિયાર છે અને સાથે જ એક સારી સ્વિમર પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK