અજય દેવગણે કૃણાલ પંડ્યાને આપી ફિલ્મની ઓફર, કહ્યું કંઈક આવું !

Apr 04, 2019, 15:26 IST

ગુજરાતના ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ અજય દેવગણને બર્થ ડેની શુભેચ્છા આપી. કૃણાલ પંડ્યાએ અજય દેવગણ સાથેનો પોતાનો ફોટો શૅર કરીને કહ્યું,'સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ

અજય દેવગણે કૃણાલ પંડ્યાને આપી ફિલ્મની ઓફર, કહ્યું કંઈક આવું !
કૃણાલ પંડ્યા અને અજય દેવગણ

અજય દેવગણે તાજેતરમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો છે. આ નિમિત્તે બોલીવુડના ઘણા સ્ટાર્સને એક્શન કિંગને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ગુજરાતના ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ અજય દેવગણને બર્થ ડેની શુભેચ્છા આપી. કૃણાલ પંડ્યાએ અજય દેવગણ સાથેનો પોતાનો ફોટો શૅર કરીને કહ્યું,'સિંઘમ સુપરસ્ટાર અને મારા હમશકલ, મારા ગમતા સ્ટાર્સમાંના એક એવા અજય દેવગણને જન્મદિવસની શુભેચ્છાઓ'

 

તો કૃણાલના આ ટ્વિટ પર અજય દેવગણે પણ આવા જ અંદાજમાં જવાબ આપ્યો. અજય દેવગણે કૃણાલને થેન્ક્યુ કહ્યું. સાથે જ લખ્યું,'ચલો એક ફિલ્મમાં ડબલ રોલ કરીએ.' કૃણાલ પંડ્યાનો ચહેરો અજય દેવગણને મળતો આવે છે.

 

ગત વર્ષે જુલાઈમાં પણ તેમને આ તસવીર શૅર કરીને પોતાને અજય દેવગણના હમશકલ ગણાવ્યા હતા. આ તસવીર યુકેમાં લેવાયેલી છે. ત્યારે ટીમ ઈન્ડિયા ઈગ્લેન્ડા પ્રવાસે હતી અને ઈન્ડિયા ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝ ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ અજય દેવગણઃપરિવાર સાથે આ રીતે સમય વીતાવે છે એક્શન સ્ટાર, જુઓ ફોટોઝ

તો વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર પોલાર્ડે માસૂમ સવાલ પૂછ્યો કે શું આ વ્યક્તિ તમારા અસલી પિતા છે. ? જવાબમાં ફેન્સે પોલાર્ડને રિપ્લાય આપીને અજય દેવગણ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે અજય દેવગણની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિ્લમમાં અજયની સાથે રકુલપ્રીત અને તબ્બુ જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે. આ ઉપરાંત આલોકનાથ, જીમ્મી શેરગીલ અને જાવેદ જાફરી પણ મહત્વની ભૂમિકામાં છે. તો બીજી તરફ કૃણાલ પંડ્યા હાલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK