Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Maidaan: નવેમ્બરમાં નહીં આવે અજય દેવગનની મેદાન,જુઓ પોસ્ટર અને ડેટ

Maidaan: નવેમ્બરમાં નહીં આવે અજય દેવગનની મેદાન,જુઓ પોસ્ટર અને ડેટ

03 February, 2020 07:40 PM IST | Mumbai Desk

Maidaan: નવેમ્બરમાં નહીં આવે અજય દેવગનની મેદાન,જુઓ પોસ્ટર અને ડેટ

Maidaan: નવેમ્બરમાં નહીં આવે અજય દેવગનની મેદાન,જુઓ પોસ્ટર અને ડેટ


અજય દેવગનની સ્પોર્ટ્સ ફિલ્મ મેદાનની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. અજય દેવગને આની જાહેરાત ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરીને આપી છે.

અજયે ટ્વિટર પર ફિલ્મના બે નવા પોસ્ટર રિલીઝ કર્યા છે. આ પોસ્ટર્સ પર અજય દેવગન ફુટબૉલ ટીમ સાથે દેખાય છે. રિલીઝ ડેટ આપવામાં આવી છે 11 ડિસેમ્બર 2020. મેદાન એક પીરિયડ સ્પોર્ટ ફિલ્મ છે, જેમાં અજય દેવગન ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના પાત્રમાં દેખાશે. તેમની કોચિંગમાં ટીમ ઇન્ડિયાએ 1962માં થયેલા એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 1965માં મેલબર્નમાં થયેલા ઓલમ્પિક્સમાં ફુટબૉલ ટીમે સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ ખેળ્યો હતો. ફિલ્મનું નિર્દેશન અમિર આર શર્મા કરી રહ્યા છે, જ્યારે બોની કપૂર નિર્માતા છે. પ્રિયમણિ ફિલ્મમાં ફીમેલ લીડ રોલમાં છે.




મેદાન પહેલા 27 નવેમ્બરના રિલીઝ થવાની હતી. અજયએ પહેલા ફિલ્મના જે પોસ્ટર રિલીઝ કર્યા હતા, તેમાં આ તારીખ દેખાઇ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ કેમ ખસેડવામાં આવી છે, તેનો હજી ખુલાસો નથી થયો.


અજયની તાનાજી-ધ અનસંગ વૉરિયર હાલ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મ 250 કરોડનું કલેક્શન કરી ચૂકી છે. તેના પછી અજયની ભુજ-ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા 14 ઑગસ્ટના રિલીઝ થશે. 1971માં થયેલા ભારત-પાક યુદ્ધની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મમાં અજય સ્ક્વૉડ્રન લીડર વિજય કાર્ણિકના રોલમાં છે. અજયએ તાનાજીના પ્રમોશન્સ દરમિયાન કહ્યું હતું કે તે ભારતીય ઇતિહાસ અને સમાજના અનસંગ હીરોઝ પર શ્રૃંખલાબદ્ધ રીતે ફિલ્મો લઈને આવશે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

અજય દેવગન માટે 2020ની શરૂઆત બેહદ શાનદાર થઈ છે. તેમણે સફળતાની નવી ઉડ્ડાણ જોઇ છે. એવામાં આવનારી ફિલ્મો પણ ખૂબ જ ખાસ થઈ ગઈ છે અને તેની પાસેથી આશાઓ પણ વધી ગઈ છે. આ સિવાય અજય ઓટીટીના વિશ્વમાં પણ પગલું મૂકી ચૂક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 07:40 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK