દે દે પ્યાર દેઃ કોમ્પલિકેટેડ લવ સ્ટોરીનું ટ્રેલર તમને કરી દેશે ખુશ

મુંબઈ | Apr 02, 2019, 13:07 IST

અજય દેવગણના 50માં જન્મ દિવસ પર તેમની આગામી ફિલ્મ દે દે પ્યાર દેનું ટ્રેલર રીલિઝ થયું છે. આ ટ્રેલર તમને હસાવીને લોટપોટ કરી દે એવું છે.

દે દે પ્યાર દેઃ કોમ્પલિકેટેડ લવ સ્ટોરીનું ટ્રેલર તમને કરી દેશે ખુશ
દે દે પ્યાર દેમાં તબ્બુ અને રકુલ પ્રીત સાથે જોવા મળશે અજય દેવગણ

ફાઈનલી અજય દેવગણ, તબ્બુ અને રકુલ પ્રીકત સિંહની રોમ-કોમ દે દે પ્યાર દેનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અજય દેવગણના બર્થ ડેના દિવસે જ આ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. જુહુના એક મલ્ટીપ્લેક્સમાં આ ટ્રેલર લૉન્ચ કરાયું.
 
ટ્રેલરમાં અજય દેવગણ આશિષ નામના 50 વર્ષના બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છે. જેને 26 વર્ષની આયશા એટલે કે રકુલ પ્રીત સિંહ સાથે પ્રેમ થઈ જાય છે. તબુ અજયની એક્સ વાઈફના કિરદારમાં છે. આશિષને બે સંતાનો છે જે આયશાની ઉંમરની નજીકના છે. આ ફિલ્મમાં આલોક નાથ, જાવેદ જાફરી અને જીમી શેરગિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

આ રોમ-કોમમાં અજય અને તબ્બુની જોડી ફરી એકવાર જોવા મળી રહી છે. તેઓ છેલ્લી વાર ગોલમાલ અગેઈનમાં સાથે જોવા મળ્યા હતા. જ્યારે રકુલ પ્રીત પહેલીવાર અજય અને તબ્બુ સાથે જોવા મળશે. આ ફિલ્મ લવ રંજને લખી છે અને અકીવ અલી આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અજય દેવગણઃપરિવાર સાથે આ રીતે સમય વીતાવે છે એક્શન સ્ટાર, જુઓ ફોટોઝ

બાઈક સાથે સ્ટંટ કરવા માટે જાણીતા અજય આ ફિલ્મના પોસ્ટરમાં કાર સાથે જોવા મળ્યા હતા. દે દે પ્યાર દે 17 મેએ રીલિઝ થશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK