Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલોકનાથ સાથે કામ કરવા પર સિંઘમે તનુશ્રીને આપ્યો આ જવાબ

આલોકનાથ સાથે કામ કરવા પર સિંઘમે તનુશ્રીને આપ્યો આ જવાબ

19 April, 2019 03:24 PM IST |

આલોકનાથ સાથે કામ કરવા પર સિંઘમે તનુશ્રીને આપ્યો આ જવાબ

અજય દેવગન (ફાઇલ ફોટો)

અજય દેવગન (ફાઇલ ફોટો)


બોલીવુડ સિંઘમ અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર જેટલું લોકોને ગમ્યું એટલું જ આ ફિલ્મને લઇને તનુશ્રી અને કંગનાની બહેન રંગોલીએ વખોળ્યું. હકીકતે, તનુશ્રીને અજયનું આલોકનાથ સાથે કામ કરવું ગમ્યું નહોતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બાબતે અજય દેવગને નિવેદન આપ્યું છે. અજયે કહ્યું કે, "ફિલ્મની શૂટિંગ આલોકનાથ પર આરોપ મૂકાતાં પહેલાં જ પૂરી થઇ ગઇ હતી. તે સમયે પરિસ્થિતિ મારા હાથમાં નહોતી."

અજયે કહ્યું કે, "આ ફિલ્મ ગયા વર્ષે જ ઑક્ટોબરમાં રિલીઝ થવાની હતી કારણ કે શૂટિંગ સપ્ટેમ્બરમાં પૂરી થઇ ગઇ હતી. આલોકનાથ સાથે જે સીન શૂટિંગ કરવામાં આવ્યા હતા તે ઑગસ્ટમાં થઈ ગયા હતા. આ બધાં સીન 40 દિવસમાં જુદાં જુદાં સેટ પર શૂટ કરવામાં આવ્યા જેમાંથી એક આઉટડોર લોકેશન પણ હતી અને આમાં 10 એક્ટર્સ સામેલ હતા. આલોકનાથ સાથે શૂટિંગ પૂરી થઈ ગયા પછી તેમના પર આરોપ જાહેર થયા."



અજય દેવગને આગળ કહ્યું કે, "તે સીન્સ આલોકનાથને ખસેડીને બધાં એક્ટર્સ પાસેથી તારીખ લઇને રી-શૂટ કરવું લગભગ અશક્ય હતું. આને લીધે પ્રૉડ્યુસર્સને પણ ઘણાં રૂપિયાનું નુકસાન થયું હોત. આલોકનાથને રિપ્લેસ કરવાનો નિર્ણય કેવળ મારો ન હોઇ શકે. આખી સુનિટના નિર્ણય સાથે મારે રહેવાનું હતું. હું મીટૂ અભિયાનની રિસ્પેક્ટ કરું છું, પણ આવી પરિસ્થિતિમાં મારો કોઇ કાબૂ નથી છતાં કયાં કારણે લોકો મને અસંવેદનશીલ અને ખોટો માણસ કહેવાનો પ્રયત્ન કરે છે."


આ પણ વાંચો : અજય દેવગન પર ભડકી કંગનાની બહેન, આલોકનાથ સાથે ફિલ્મ કરવા પર સંભળાવ્યું

તનુશ્રી દત્તાએ અજય દેવગન અને ફિલ્મ 'દે દે પ્યાર દે'ના મેકર્સની ખૂબ ઝાટકણી કરી. ઓપન લેટરમાં તનુશ્રીએ લખ્યું, "ફિલ્મજગત ખોટાં, દેખાડો કરનારાઓ અને દંભીઓથી ભરેલું છે. આલોકનાથ પર ગંભીર આરોપ પછી પણ આલોકનાથના સીન્સ બીજીવાર રી-શૂટ થઇ શકતા હતા. પણ નહીં, તેમણે રેપિસ્ટ આલોકનાથને ફિલ્મનો હિસ્સો બનાવી રાખ્યો છે."


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 03:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK