અજય દેવગણ કરશે રણબીર અને દીપિકાના 'પ્યારનું પંચનામું'

Published: Jul 22, 2019, 12:30 IST | મુંબઈ

અજય દેવગણ કરશે રણબીર અને દીપિકાના પ્યારનું પંચનામું. લવ રંજન લઈને આવી રહ્યા છે ફિલ્મ.

અજય દેવગણ કરશે રણબીર અને દીપિકાના 'પ્યારનું પંચનામું'
અજય દેવગણ કરશે રણબીર અને દીપિકાના 'પ્યારનું પંચનામું'

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે એકસાથે નજર આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી વાળા ડાયરેક્ટર લવ રંજનની આગામી ફિલ્મમાં અજય દેવગણ અને રણબીર કપૂર સાથે દીપિકાની એન્ટ્રી થઈ શકે છે. લવ રંજનની ફિલ્મોમાં હંમેશા જોવા મળતી નુસરત ભરૂચા પણ છે આ ફિલ્મમાં.

થોડા દિવસ પહેલા રણભીર કપૂર અને દીપિકા મુંબઈમાં ડાયરેક્ટર લવ રંજનની ઑફિસમાં જોવા મળ્યા હતા. આ મુલાકાતની તસવીરો પણ બહાર આવી હતી, જેમાં રણબીર અને દીપિકા બંને એકબીજા સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ દેખાઈ રહ્યા છે. સાંભળવામાં તો એ પણ આવી રહ્યું છે કે અજય દેવગણ, રણબીરના પિતાના કિરદારમાં છે. હાલ ફિલ્મનું ટાઈટલ નક્કી નથી થયું. પરંતુ તેનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે અને આવતા વર્ષે ડિસેમ્બરમાં તે રિલીઝ થશે.

RANBIR AND AJAY


અજય દેવગણ અને રણબીર કપૂર પ્રકાશ ઝાની રાજનીતિમાં સાથે કામ કરી ચુક્યા છે. તો દીપિકા અને રણબીરની ઑન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન કહાની જૂની છે. બંનેએ પહેલી વાર યશરાજની બચના એક હસીનોમાં સાથે કામ કર્યું હતું. જે બાદ બંનેએ યે જવાની હૈ દીવાની અને તમાશામાં ઑનસ્ક્રીન રોમાન્સ કર્યો. દીપિકા અને રણબીર પર્સનલ લાઈફમાં પણ રિલેશનશિપમાં રહી ચુક્યા છે, જો કે તેમણે પ્રોફેશનલ લાઈફ પર તેનો પ્રભાવ નથી પડવા દીધો.

RANBIR AND DEEPIKA

આ પણ જુઓઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

રણબીર હાલ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે, જેને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની સાથે સ્ક્રીન શેર કરશે. દીપિકા છપાક અને 83માં નજર આવશે. તો અજય તાનાજી- ધ અનસંગ વૉરિયર અને ભુજ- ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયામાં જોવા મળશે. બંને ફિલ્મો આવતા વર્ષે રીલિઝ થાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK