અજય દેવગન મારા મોટા ભાઈ સમાન છે : શરદ કેળકર

Published: Oct 28, 2019, 10:46 IST | મુંબઈ

શરદ કેળકરનું કહેવું છે કે અજય દેવગન તેના માટે મોટા ભાઈ જેવો છે. આ બન્ને ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં જોવા મળવાના છે. ૧૭મી સદીની સ્ટોરી દેખાડતી આ ફિલ્મમાં કાજોલ પણ જોવા મળશે.

શરદ કેળકર
શરદ કેળકર

શરદ કેળકરનું કહેવું છે કે અજય દેવગન તેના માટે મોટા ભાઈ જેવો છે. આ બન્ને ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં જોવા મળવાના છે. ૧૭મી સદીની સ્ટોરી દેખાડતી આ ફિલ્મમાં કાજોલ પણ જોવા મળશે. શરદે ચાર વખત અજય દેવગન સાથે કામ કર્યું છે. અજય દેવગનની પ્રશંસા કરતાં શરદ કેળકરે કહ્યું હતું કે ‘અજય દેવગન સાથે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં કામ કરી રહ્યો છું. આ ચોથી વખત છે જ્યારે હું તેમની સાથે જોડાયો છું. મેં તેમની સાથે ટીવી શો કર્યા હતા. ત્યાર બાદ ‘બાદશાહો’ અને ‘ગેસ્ટ ઇન લંડન’માં પણ કામ કર્યું હતું. તેઓ મારા માટે મોટા ભાઈ સમાન છે. તેઓ ગ્રેટ ઍક્ટર છે. તેમની પાસેથી ઘણું બધું શીખવા મળે છે. તેમનું ધ્યાન પોતાનાં કામ પર કેન્દ્રિત હોય છે. અમે જે ફિલ્મમાં કામ કરી રહ્યા છીએ એવી ફિલ્મ પહેલી વાર બની રહી છે. આખી ફિલ્મને સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવી છે અને આ એક 3D ફિલ્મ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK