અજય દેવગને કર્યું કન્ફર્મ, લવરંજનની ફિલ્મમાં દેખાશે રણબીર કપૂરની સાથે..

Published: Dec 28, 2019, 17:28 IST | Mumbai Desk

ચર્ચાઓ હતી કે અજય અને રણબીરે આ ફિલ્મ કરવાની ના કરી દીધી છે, પણ હવે આ કન્ફર્મ ન્યૂઝ છે કે બન્ને લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાવાના છે.

પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી સારી ફિલ્મોના ડાયરેક્ટર ટૂંક સમયમાં જ એક મોટો પ્રૉજેક્ટ શરૂ કરવાના છે. આ ફિલ્મમાં લવ રંજન અજય દેવગન અને રણબીર કપૂરને સાથે લાવવાની તૈયારીમાં હતા. ચર્ચાઓ હતી કે અજય અને રણબીરે આ ફિલ્મ કરવાની ના કરી દીધી છે, પણ હવે આ કન્ફર્મ ન્યૂઝ છે કે બન્ને લવ રંજનની ફિલ્મમાં સાથે દેખાવાના છે.

તાજેતકમાં પિન્ક વિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અજય દેવગને જણાવ્યું કે તે વર્ષ 2020ના અંત સુધી લવ રંજનની ફિલ્મની શૂટિંગ શરૂ કરવાના છે. તેણે કહ્યું કે, આ પ્રૉજેક્ટ થઈ રહ્યો છે, અને હું મારા કામમાં ફસાયેલો હતો, તેથી તારીખો આગળ વધતી જતી હતી, આશા છે કે આ વર્ષ 2020 સુધીમાં શરૂ થઈ જશે.

જણાવીએ કે અજય દેવગન અને રણબીર કપૂર બન્નેએ પોતાના બીજા પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે આ ફિલ્મને ગ્રીન સિગ્નલ આપ્યું ન હતું, જો કે ચર્ચાઓ એ હતી કે બન્નેને ફિલ્મ માટે સતત અપ્રોચ કરવામાં આવી રહ્યું હતું.

જ્યાં એક તરફ રણબીર કપૂર અયાન મુખર્જીની મલ્ટીસ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં વ્યસ્ત હતો, તો બીજી તરફ અજય પણ પોતાની ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયરમાં લાગેલા હતા. તાનાજીની શૂટિંગ તો પૂરી થઈ ગઈ હતી, પણ રણબીર હજી પણ બ્રહ્માસ્ત્રની શૂટિંગ કરી રહ્યા છે.

લવ રંજનની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણના હોવાની પણ ચર્ચા આવતી હતી, પણ અત્યાર સુધી દીપિકાએ આ ફિલ્મમાં લીડ રોલ ભજવવાની વાતને કન્ફર્મ નથી કર્યું. દીપિકાને કેટલાક સમય પહેલા જ લવ રંજનના ઘરની બહાર સ્પૉટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

જણાવીએ કે રણબીર અને અજય આ પહેલા પ્રકાશ ઝા ગ્વારા નિર્દેશિત ફિલ્મ રાજકારણમાં પણ સાથે દેખાઈ ચૂક્યા છે. વર્ષો પછી બીજીવાર બન્નેને સાથે જોઇને સ્પષ્ટ છે કે તેના ચાહકો ખૂબ જ ખુશ થવાના છે. ટાઇટલ વગરની આ ફિલ્મની શૂટિંગ આવતાં વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK