વિપુલ શાહના નેક્સ્ટ પ્રોજેક્ટમાં ઐશ્વર્યા?

Published: Nov 04, 2014, 04:55 IST

જયા બચ્ચને પણ ઍશ સાથે પ્રોડ્યુસરના ઘરે જઈને મુલાકાત લીધી અને ત્યાં બે કલાક રોકાયાં

ભૂતપૂર્વ બ્યુટી-ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન થોડા વખત પહેલાં તેની સાસુ જયા બચ્ચન સાથે ફિલ્મમેકર વિપુલ શાહના અંધેરીના ઘરે ગઈ હતી. એ મુલાકાત બાદ ઐશ્વર્યા વિપુલના નવા પ્રોજેક્ટ માટે વિચારતી હોવાની અટકળોને વેગ મળ્યો છે. આ સાસુ-વહુની જોડીએ વિપુલના ઘરે લગભગ બે કલાક પસાર કર્યા હોવાનું કહેવાય છે.એ વિસ્તારની એક રહેવાસીએ આ મુલાકાત વિશે કહ્યું હતું કે આ સાસુ-વહુને જોઈને સ્થાનિક લોકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે એ વિસ્તારમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ રહે છે, પરંતુ થોડી વાર પછી તેઓ ક્યાં જતાં હતાં એ સમજાયું હતું. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે બીજી કોઈ વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ ન કરે એ માટે વિપુલના ઘર સામે જ લિફ્ટ રખાઈ હતી.


ઐશ્વર્યાએ રવિવારે તેનો ૪૧મો બર્થ-ડે મીડિયા સાથે ઊજવતી વખતે જાહેર કર્યું હતું કે હું સંજય ગુપ્તાની ‘જઝ્બા’ ઉપરાંત અન્ય ફિલ્મો પણ કરીશ, પરંતુ સંબંધિત ફિલ્મમેકર એની અનાઉન્સમેન્ટ પહેલાં કરે એવું હું પસંદ કરીશ.ઐશ્વર્યાએ અગાઉ ૨૦૧૦માં વિપુલ શાહની ફિલ્મ ‘ઍક્શન રીપ્લે’માં કામ કર્યું હતું. તેમના સસરા અમિતાભ બચ્ચને વિપુલની ફિલ્મો ૨૦૦૨માં આવેલી ‘આંખેં’ અને ‘વક્ત’માં તેમ જ ‘ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’માં કામ કર્યું હતું.સાસુ-વહુની મુલાકાત વિશે વિપુલ શાહે કહ્યું હતું કે ‘તેઓ મારા ઘરે આવ્યાં એ મને બહુ ગમ્યું. પર્સનલ મુલાકાત હતી એ. અફર્કોસ ઐશ્વર્યા સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે. વળી જયાજી સાથે કામ કરવાનો અવસર સાંપડે તો સુપર્બ.’

‘જઝ્બા’નું શૂટિંગ મુંબઈમાં જ

મમ્મી બન્યા પછી સંજય ગુપ્તાની ‘જઝ્બા’ સાથે બિગ સ્ક્રીન પર પાછી આવવા બાબતે ઐશ્વર્યા ખૂબ જ એક્સાઇટેડ છે. જોકે એક્સાઇટમેન્ટનું સૌથી મોટું કારણ એ છે કે આખી ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થશે અને એથી તે દીકરી આરાધ્યાની નજીક પણ રહી શકશે. પહેલાં બ્યુટી-ક્વીન અને પછી ઍક્ટ્રેસ બનેલી ઐશ્વર્યાએ કહ્યું હતું કે ‘મેં આરાધ્યાને એક પણ દિવસ એકલી નથી મૂકી. ‘જઝ્બા’નું શૂટિંગ મુંબઈમાં જ થવાનું હોવાથી હું ખુશ છું.’


ઇરફાન ખાન અને શાબાના આઝમીની મહત્વની ભૂમિકા ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે. જોકે ઐશ્વર્યા સમક્ષ અનેક ઑફરો આવી રહી હોવાથી તે એક પછી એક ફિલ્મો સાઇન કરી રહી છે. એ ઑફર્સ બાબતે ઐશ્વર્યા કહે છે કે અનેક ãસ્ક્રપ્ટો મારી સામે રજૂ કરાઈ છે અને હું એમાંથી પસંદગી કરવાની પ્રક્રિયામાં છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK