બચ્ચનપરિવારમાં લક્ષ્મીનું આગમન

Published: 17th November, 2011 05:40 IST

ગઈ કાલે જ્યારે સવારે અભિષેક બચ્ચને ‘ઇટ્સ અ ગર્લ’ અને અમિતાભ બચ્ચને ‘આઇ ઍમ દાદા ટુ ક્યુટેસ્ટ બેબી-ગર્લ’ની ટ્વીટ કરી હતી ત્યારે ઘણા સમયથી જે ખબરની રાહ જોવાઈ રહી હતી એ દુનિયા સમક્ષ આવી હતી.

 

ગઈ કાલે સવારે લગભગ દસ વાગ્યાની આસપાસ ઐશ્વર્યા રાય બચ્ચને દીકરીને જન્મ આપ્યો હતો. ખબરો અનુસાર ઍશને સવારના લગભગ ચાર વાગ્યાની વચ્ચે લેબર પેઇન શરૂ થયું હતું અને છ કલાક પછી તેણે દીકરીને જન્મ આપ્યો હતો. અમિતાભ-જયા બચ્ચન દીકરી શ્વેતાનાં સંતાનો અગત્સ્ય અને નવ્યા પછી ત્રીજી વખત ગ્રૅન્ડપેરન્ટ્સ બન્યાં છે.

હૉસ્પિટલમાં હાઈ સિક્યૉરિટી

ઍશની ડિલિવરી ડૉક્ટર વિનીતા સાલ્વે દ્વારા કરવામાં આવી હતી. બચ્ચનપરિવારે તમામ કોશિશ કરી છે કે કોઈ પણ પ્રકારની માહિતી બહાર ન જાય. આ કારણે જ હૉસ્પિટલની આસપાસ ઘણી ટાઇટ સિક્યૉરિટી રાખવામાં આવી હતી. હૉસ્પિટલમાં એન્ટ્રન્સ વખતે તો જબરદસ્ત ચેકિંગ થતું જ હતું, પણ કોઈને લૉબીમાં પણ લાંબા સમય માટે હાજર રહેવાની ના પાડી દેવામાં આવતી હતી. જોકે આ કારણે બીજા પેશન્ટ્સના કુટુંબીજનોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત તમામ ડૉક્ટરો સાથે કોઈ માહિતી બહાર ન આપવા માટેનો કરાર કરવામાં આવ્યો છે.

ઍશ જેવી જ આંખ

હૉસ્પિટલના એક વૉર્ડબૉયે કહ્યું હતું કે ‘ઍશ અને તેની બેબી-ગર્લ બન્ને સ્વસ્થ છે. બૅબી-ગર્લ તેની મમ્મીની આબેહૂબ કૉપી છે. તેની આંખો બિલ્કુલ ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ છે.’

ટ્વિટર પર શુભેચ્છાઓ

લતા મંગેશકર

બચ્ચનપરિવારને ખૂબ જ શુભકામનાઓ. તેમના ઘરે લક્ષ્મી આવી છે.

શાહરુખ ખાન

જુનિયર બચ્ચનને : આ લાગણીઓ કેટલી સુંદર હોય છે. અલ્લાહ તને અને ઍશને આર્શીવાદ આપે. તમને ત્રણને જોવા માટે તલપાપડ થઈ રહ્યો છું. હવે તું સાચે પા થઈ ગયો છે.

બિગ બીને : તમને લવ, હૅપિનેસ અને હેલ્થ... માશા અલ્લાહ આ ખૂબ જ સારા સમાચાર છે. એક ડાન્સ તો હવે કરવો જ પડે.

કરણ જોહર

જુનિયર બચ્ચનને : અભિનંદન! બેબી બીને હવે બેબી-ગર્લ આવી. મને ખાતરી છે કે તે દુનિયાની સૌથી સુંદર છોકરી હશે.

બિગ બીને : સુપર એક્સાઇટિંગ ન્યુઝ... તમને તમામ ખુશીઓ મળી રહે, અમિત અંકલ.

જાવેદ અખ્તર

અભિનંદન અમિતાભજી, આ સાથે મને શ્વેતાના જન્મનો દિવસ યાદ આવી ગયો. સમય કેટલો જલદી પસાર થઈ જતો હોય છે.

અનુપમ ખેર

ઍશ અને અભિષેકને ખૂબ જ શુભેચ્છાઓ. હું ખૂબ જ ખુશ થયો છું. આ નવા આગમનથી તમને વધુ હૅપિનેસ મળે.

રામગોપાલ વર્મા

હું ઇચ્છું કે તેનામાં અભિષેક કરતાં ઐશ્વર્યાનાં લક્ષણો વધુ આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK