ઐશ્વર્યા રાયે ગિટારની ધુન પર કર્યો સુંદર ડાન્સ, થ્રૉબૅક વીડિયો વાયરલ

Published: 30th August, 2020 16:18 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ઐશ્વર્યા રાયનો આ જૂનો ડાન્સ વીડિયો (Old Dance Video) લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકો તેના આ અંદાજને જોઇને કોમેન્ટ્સ દ્વારા રિએક્શન પણ આપી રહ્યા છે. આ વીડિયો ઐશ્વર્યા રાયના ફેન પેજ પરથી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શૅર કરવામાં આવ્યો છે.

ઐશ્વર્યા રાય (તસવીર સૌજન્ય સ્ક્રીનશૉટ ઇન્સ્ટાગ્રામ પરથી)
ઐશ્વર્યા રાય (તસવીર સૌજન્ય સ્ક્રીનશૉટ ઇન્સ્ટાગ્રામ પરથી)

વિશ્વની સૌથી સુંદર મહિલા કહેવાતી ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan)નો આ ડાન્સ વીડિયો (Dance Video) ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા ગિટારની ધુન પર ડાન્સ કરી રહી છે. ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) આ દરમિયાન પિન્ક સાડીમાં જોવા મળે છે અને ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. ઐશ્વર્યા રાયનો આ જૂનો ડાન્સ વીડિયો (Old Dance Video) લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકો તેના આ અંદાજને જોઇને કોમેન્ટ્સ દ્વારા રિએક્શન પણ આપી રહ્યા છે. આ વીડિયો ઐશ્વર્યા રાયના ફેન પેજ પરથી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શૅર કરવામાં આવ્યો છે.

ઐશ્વર્યા રાયનો થ્રૉબૅક ડાન્સ વીડિયો લગભગ 88 હજાર વાર જોવાયો છે. જો કે ઐશ્વર્યાનો કોઇપણ વીડિયો કે તસવીર શૅર કરવામાં આવે તો તે ઝડપથી વાયરલ થઈ જાય છે. ઐશ્વર્યા રાય તાજેતરમાં જ કોરોના સંક્રમિત થઈ હતી, જેના પછી તેને હૉસ્પિટલમાં પણ દાખલ થવું પડ્યું હતું. જો કે, થોડાં દિવસ બાદ તેણે કોરોના વાયરસને માત આપી અને ચાહકોનો શુભેચ્છાઓ માટે આભાર પણ માન્યો હતો. જણાવવાનું કે તેમના સિવાય પરિવારમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા પણ કોરોના સંક્રમિત થઈ હતી.

 
 
 
View this post on Instagram

This masterpiece performance in this part🎶💜😍😍😍😍 . . . . احب المقطع مررره😍😍😍 مزيج بين الرقص الهندي و الموسيقى اللاتينية 💜 ابداااع من السيدة راي باتشان كالعادة 🔥💜😍 . . . . #20yearsOfHamaraDilAapkePaasHai . #aishwarya #aishwaryarai #aishwaryaraibachchan #WeLoveAishwarya #shakira #Beyoncé #katyperry #Rihanna #camilaCabello #maluma #zaynmalik #LegendOfBollywood #MostBeautifulWomen #missworld #beauty #Bollywood #Hollywood #Algeria #SaudiArabia #PonniyinSelvan #ايشواريا #اشواريا #اشواريا_راي #اشواريا_راي #أيشواريا_راي #آيشواريا_راي #ديبيكا_بادكون #ايشواريا_راي_باتشان

A post shared by Aishwarya Rai Bachchan (@aishwaryarai._) onAug 26, 2020 at 7:33am PDT

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય ફિલ્મ 'ફન્ને ખાન'માં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ મેલફિસેંટઃમિસ્ટ્રેસ ઑફ એવિલના હિન્દી વર્ઝન માટે હોલીવુડ એક્ટ્રેસ એંજલીના જૉલીના સ્થાને જોવા મળશે. આ પિલ્મ માટે તેણે એંજલીના જૉલનો લુક પણ કૅરી કર્યો હતો, જે લોકોમાં ખૂબ જ પૉપ્યુલર થયો હતો. આ સિવાય અભિનેત્રીએ થોડાંક જ દિવસ પહેલા પેરિસ ફેશન વીકમાં પોતાનો ડેબ્યૂ કર્યો છે. આ સિવાય તે મણિરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ દેખાઇ શકે છે. સાથે જ તે અનુરાગ કશ્યપની 'ગુલાબ જામુન' ફિલ્મમાં પણ જોવા મળી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK