Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વર્ષગાંઠ પહેલા માલદીવ્સથી ઐશ્વર્યા રાય બચ્ચને શેર કરી તસવીર

વર્ષગાંઠ પહેલા માલદીવ્સથી ઐશ્વર્યા રાય બચ્ચને શેર કરી તસવીર

19 April, 2019 06:47 PM IST |

વર્ષગાંઠ પહેલા માલદીવ્સથી ઐશ્વર્યા રાય બચ્ચને શેર કરી તસવીર

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન


બોલીવુડ સ્ટાર્સ મોટા ભાગે જન્મ દિવસ અને એનિવર્સરી પર પાર્ટી કરતા હોય છે. પરંતુ બચ્ચન પરીવાર આ તમામથી જુદો છે. તે લગભગ પોતાના આવા ખાસ અવસરોનું સેલિબ્રેશન ભીડથી દૂર ક્યાંક એકાંતમાં સમય પસાર કરવું પસંદ કરે છે. બોલીવુડમાં લોકપ્રિય કપલ્સમાંના એક ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નને 12 વર્ષ થશે અને આ ખાસ દિવસે તેઓ ભીડથી દૂર ખૂબ જ સ્પેશિયલ અંદાજમાં ઉજવવાની તૈયારીમાં છે. પોતાની એનિવર્સરી ઉજવવા એશ અને અભિષેક ફિલ્મી સિતારાઓની મનગમતી જગ્યા માલદીવ્સ પહોંચ્યા છે.

ઐશ્વર્યાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો



 
 
 
View this post on Instagram

?Maldives?

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) onApr 18, 2019 at 10:01pm PDT


ઐશ્વર્યા રાયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને તેની માહિતી આપી છે આ તસવીરમાં અથાગ સમુદ્ર, પૂલ અને નાળિયેરના કેટલાક વૃક્ષ જોવા મળે છે અને બધું શાંત શાંત જોવા મળે છે. આ તસવીરની સાથે તેમણે લવ અને સ્ટાર ઇમોજી સાથે ફક્ત માલદીવ્સ લખ્યું છે.


ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા

 
 
 
View this post on Instagram

✨Doha☀️?

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) onFeb 20, 2019 at 2:25pm PST

હજુ થોડા સમય પહેલા જ દીકરી આરાધ્યા સાથે અભિષેક અને એશ એરપોર્ટ પર જોવા મળ્યા હતા અને ત્યારથી જ તેમના વેકેશન્સની ચર્ચા શરૂ થઇ ગઈ હતી. આમ તો ઐશ્વર્યા ઘણી વાર સોશિયલ મીડિયા પર કોઇક ને કોઇક ઇવેન્ટની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આશા છે કે પોતાની આ ખાસ એનિવર્સરી સેલિબ્રેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરશે. જણાવીએ કે 20 એપ્રિલ 2007ના ઐશ્વર્યા અને અભિષેકે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો : ફાઈનલી 19 વર્ષ બાદ શરૂ થશે 'હેરા ફેરી', પાછા ફરશે બાબુરાવ 1

મિસ વર્લ્ડ બની ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "જ્યારે મારા લગ્ન થયા તો મને એ રસપ્રદ લાગ્યું કે બધું પહેલા જેવું જ હતું. સ્ક્રીપ્ટ પર વાતચીત, બિઝનેસ મીટિંગ વગેરે બધું પહેલા જેવું જ હતું. હું આ બધું પહેલા જેવું જ જોવા માગતી હતી."

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 06:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK