અનરિલીઝ્ડ ફિલ્મ રાધેશ્યામ સીતારામના વીડિયોમાં ઐશ્વર્યાનો અનેરો અંદાજ
ઐશ્વર્યા રાય બચ્ચન (ફાઇલ ફોટો)
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે, છતાં આજે પણ તેની લોકપ્રિયતા ક્યાંય ઓછી નથી. આજે પણ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના વીડિયોઝ અને તસવીરો વાયરલ થતાં રહે છે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે. કાસ વાત એ છે કે આ વીડિયો એક ફિલ્મની શૂટિંગ દરમિયાનનો છે અને ફિલ્મ અત્યાર સુધી રિલીઝ થઈ નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ વીડિયો ઐશ્વર્યાના એક ગીતનો છે. ઘણી મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે આ વીડિયો 1997માં શૂટ કરવામાં આવેલી ફિલ્મ રાધેશ્યામ સીતારામનો છે. તો એ પણ કહેવામાં આવે છે કે આ ફિલ્મ ક્યારેય રિલીઝ જ નથી થઈ એટલે કે આ સીન પડદા પર ક્યારેય સામે આવ્યો જ નથી. ફિલ્મમાં ઐશ્વર્યા સાથે સુનીલ શેટ્ટી હતા. ફિલ્મ ભલે તે સમયે રિલીઝ ન થઈ, પણ હવે જ્યારે આ વીડિયો આવ્યો છે ત્યારે આ વીડિયો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં ઐશ્વર્યા ટ્રેડિશનલ લૂકમાં દેખાય છે. તેણે પર્પલ કલરનો લહેંગો પહેર્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા ડાન્સ સ્ટેપ્સ શીખી રહી છે અને સાથે મસ્તી પણ કરતી દેખાય છે. આ વીડિયો ખૂબ જ જૂનો છે અને તેમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ સુંદર દેખાય છે.
હાલ ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટોઝ વધારે શૅર કરે છે. આ પહેલા અભિનેત્રીએ પીએમ મોદીની અપીલ પર દીવો પ્રગટાવવા અમે તે પહેલા તાળીઓ તેમ જ ઘંટી વગાડવાના વીડિયોઝ શૅર કર્યા હતા.