Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Aishwarya Majmudar આમની સાથે છે રિલેશનશિપમાં, પોતે જ કર્યો ખુલાસો

Aishwarya Majmudar આમની સાથે છે રિલેશનશિપમાં, પોતે જ કર્યો ખુલાસો

12 July, 2019 09:31 AM IST | અમદાવાદ

Aishwarya Majmudar આમની સાથે છે રિલેશનશિપમાં, પોતે જ કર્યો ખુલાસો

Image Courtesy: Aishwarya Majmudar Instagram

Image Courtesy: Aishwarya Majmudar Instagram


ગુજરાતની મીઠડી એટલે કે ઐશ્વર્યા મજમુદારે પોતાના ફેન્સને સારા સમાચાર આપ્યા છે. ગુજરાતની લોકપ્રિય સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને એક આશ્ચર્યજનક જાહેરાત કરી છે. ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની રિલેશનશિપની જાહેરાત કરી છે. જી હાં, ઐશ્વર્યા મજમુદારને લઈ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, કે તેમના મનનો માણિગર કોણ છે, ત્યારે ખુદ ઐશ્વર્યાએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરીને આ ખુલાસો કરી સવાલોના જવાબ આપી દીધા છે.

ઐશ્વર્યાએ કરી પોસ્ટ



ઐશ્વર્યા મજમુદારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં ઐશ્વર્યા એક હેન્ડસમ યુવક સાથે દેખાઈ રહી છે. આ ફોટોમાં બંને ટ્રેડિશનલ વૅરમાં છે. ઐશ્વર્યાએ આ ફોટો સાથે એક ઈમોશનલ પોસ્ટ લખીને પોતાની ફીલિંગ્સનો એકરા કર્યો છે. ઐશ્વર્યા મજમુદારે લખ્યું છે,'પ્રેમ મળવો એ શરૂઆત છે, સ્વીકાર્યતા મળવી એ પ્રેમાળ છે. પેશન મળવું એ આશીર્વાદ છે. અને તને શોધી લેવો એ ઘર શોધવા જેવું છે. મારા વિશ્વમાં મારા ભાગ તરીકે તને રજૂ કરતા હું ખૂબ ખુશ છું. આભાર કે તું મારી અંદરથી મારું બેસ્ટ બહાર લાવ્યો છે. xoxo મુલ્કરાજ. બધા જ સવાલોનો આ જવાબ છે.'



મુલ્કરાજને કર્યો ઈન્ટ્રોડ્યુસ

ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં મુલ્કરાજનું નામ પણ લખ્યું છે. ઐશ્વર્યા મજમુદારની આ પોસ્ટ બાદ તેના પર ફેન્સ અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર આ ફોટો વાઈરલ પણ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવૂડની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. જેમાં પ્રેમ રતન ધન પાયો, એક પહેલી લીલા, હરી પુત્તર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેના સ્ટેજ શો અને વીડિયો આલ્બમ પણ એટલા જ હિટ રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 09:31 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK