ઍશ અને સલમાન આમનેસામને થતાં બચી ગયાં

Published: 30th November, 2012 03:09 IST

બુધવારે ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન એક જ જગ્યાએ ભેગાં થઈ ગયાં હતાં.

બન્ને જણ પોતપોતાના કામસર બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં હતાં, પણ એકમેકની સામે નહોતાં આવી શક્યાં. ઍશ એક હેર-પ્રોડક્ટની જાહેરાતનું શૂટિંગ કરી રહી હતી અને સલમાન એ જ વખતે તેની આગામી ફિલ્મ ‘દબંગ ૨’ માટે મિડિયા સાથે વાતચીત કરી રહ્યો હતો.

નજરે જોનારી એક વ્યક્તિએ કહ્યું હતું, ‘ઐશ્વર્યા મેહબૂબ સ્ટુડિયો પર બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ આવી અને સ્ટેજ નંબર ત્રણ પર શૂટિંગ માટે જતી રહી. સલમાન બપોરે ચાર વાગ્યે આવ્યો અને એ સ્ટેજ નંબર એક પર હતો. ઐશ્વર્યા સાંજે સાત વાગ્યે ત્યાંથી નીકળી ગઈ હતી, જ્યારે સલ્લુ મોડી રાત સુધી ત્યાં હતો.’

એ વખતે સલમાનની ઇવેન્ટ માટે ત્યાં ઘણા મિડિયાના માણસો હતા છતાં સિક્યૉરિટી જડબેસલાક હોવાથી ઐશ્વર્યા આવી અને પાછી ગઈ એ વખતના ફોટો કોઈ નહોતું લઈ શક્યું

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK