Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં બની રહ્યો છે તાજમહેલ, બહાર પડ્યું છે ટેન્ડર !

અમદાવાદમાં બની રહ્યો છે તાજમહેલ, બહાર પડ્યું છે ટેન્ડર !

05 April, 2019 06:45 PM IST | અમદાવાદ

અમદાવાદમાં બની રહ્યો છે તાજમહેલ, બહાર પડ્યું છે ટેન્ડર !

તાજમહેલ કા ટેન્ડરનું એક દ્રશ્ય

તાજમહેલ કા ટેન્ડરનું એક દ્રશ્ય


તાજમહેલ ભલે આગ્રામાં હોય, પરંતુ અમદાવાદમાં આવતીકાલથી તાજમહેલનું નવું ટેન્ડર બહાર પડવાનું છે. જો તમારે પણ ભરવું હોય તો પહોંચી જાવ સ્ક્રેપયાર્ડમાં. જી હાં, વાત મજાકની નથી પરંતુ અમદાવાદમાં આવતીકાલે 'તાજમહેલ કા ટેન્ડર' નામનું નાટક ભજવાઈ રહ્યું છે.

tajmahel ka tender



આવતીકાલે અમદાવાદના સ્ક્રેપયાર્ડ થિયેટરમાં 'તાજમહેલ કા ટેન્ડર' નામનું હિન્દી નાટક ભજવાશે. આ મૂળ નાટક અજય શુક્લાએ લખ્યું છે. 20 વર્ષ જૂના આ નાટકને એડોપ્ટ કરીને નવા રંગરુપમાં વિશાલ શાહે લખ્યું છે. નાટકને ડિરેક્ટ પણ વિશાલ શાહે જ કર્યું છે. વિશાલ શાહ આ પહેલા રંગ બદલતો માણસ, જોગસંજોગ, કાળું એટલે અંધારુ, સોક્રેટિસ અને આવજો અથિતિ જેવા નાટકોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. મૂળ આ એક એક્સપેરિમેન્ટલ નાટક છે.


વિશાલ શાહના કહેવા પ્રમામે આ નાટક એક પોલિટિકલ સટાયર છે. જેમાં સિસ્ટમ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં શાહજહાં આજના સમયની વાત છે. ઘટના એવી છે કે જો શાહજહાં આજે હયાત હોત અને તાજમહેલન બનાવવો હોય તો કેટલી મુશ્કેલી આવત તેની વાત હળવા અંદાજમાં કરાઈ છે. શાહજહાં તાજમહેલ બનાવવા ટેન્ડર બહાર પાડે છે, અને સરકારી અધિકારી સિસ્ટમના લૂપ હોલ્સનો લાભ કેવી રીતે લે છે તે આખી ઘટના પર કટાક્ષ કરતું આ નાટક છે.

આ પણ વાંચોઃ 'બિંદાસ' એક્ટર કૈલાશ શાહદાદપુરીનો નવો ટફ લૂક, જુઓ ફોટોઝ


નાટકની હાઈલાઈટ તેનું ગીત પણ છે. ચિરાગ ત્રિપાઠીએ લખેલું આ ગીત ખૂબ વખણાયું છે. જૂની રંગભૂમિને સજીવન કરતું ગીત દર્શકોને પસંદ આવ્યું છે. સાથે જ નાટકમાં ગીત માટે લાઈવ મ્યુઝિક પણ છે. વાત સ્ટાર કાસ્ટની કરીએ તો નાટકમાં લીડ રોલમાં 'ઘાકડ' અને 'અમે તો છીએ બિંદાસ'ના સ્ટાર કૈલાશ શાહદાદપુરી, પ્રશાંત જાંગીડ અને યશ વરન છે.

આ નાટક આવતીકાલે અમદાવાદના સ્ક્રેપયાર્ડ થિયેટરમાં ભજવાઈ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 06:45 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK