Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર, હેમા માલિની અને રકુલની શિમલા મિર્ચી સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર

રાજકુમાર, હેમા માલિની અને રકુલની શિમલા મિર્ચી સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર

01 January, 2020 12:44 PM IST | Ahmedabad

રાજકુમાર, હેમા માલિની અને રકુલની શિમલા મિર્ચી સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર

શિમલા મિર્ચી

શિમલા મિર્ચી


ઓટીટી એટલે કે ઓવર ધ ટૉપ ડિજિટલ પ્લેટફૉર્મ, જેના પર પૈસા ભરીને તમે ફિલ્મો જોઈ શકો છો એનો આજે રાફડો ફાટ્યો છે. ઍમેઝૉન, નેટફ્લિક્સ, ઝીફાઇવ, Alt બાલાજી, હૉટસ્ટાર, વૂટ, ઉલ્લુ વગેરે જેવાં જાણીતાં અને અજાણ્યાં ઘણાં ડિજિટલ પ્લૅટફૉર્મ હાલમાં ઍક્ટિવ છે. આ પ્લૅટફૉર્મ્સનો ફાયદો એ થયો કે જે ફિલ્મો કોઈ ને કોઈ કારણસર રિલીઝ ન થઈ શકી હોય પણ એમાં કલાકારો જાણીતા હોય તો એ આ પ્લૅટફૉર્મ રિલીઝ થઈ શકે છે.

‘શોલે’ જેવી સદાબહાર ફિલ્મ બનાવનારા રમેશ સિપ્પીએ ‘શિમલા મિર્ચી’ નામની ફિલ્મ ૨૦૧૪માં બનાવી હતી. પાંચ વર્ષ સુધી એ ફિલ્મ કોઈક કારણસર રિલીઝ ન થઈ શકી અને હવે થોડા દિવસ પહેલાં એનું ટ્રેલર રિલીઝ થયું અને ત્રીજી જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ‘શિમલા મિર્ચી’માં રાજકુમાર રાવ, હેમા માલિની અને રકુલ પ્રીત સિંહ જેવાં કલાકારો છે અને પ્રોડ્યુસર વાયકૉમ 18 છે. હવે સમાચાર આવ્યા છે કે આ ફિલ્મ થિયેટરમાં નહીં, પણ સીધી ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.



રમેશ સિપ્પીએ કહ્યું કે ‘આ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો નિર્ણય છે. શિમલામાં શૂટ થયેલી આ ફિલ્મમાં બોલતાં અચકાતો એક યુવાન તેની પ્રેમિકા સામે પ્રેમનો પ્રસ્તાવ લખીને મૂકે છે અને તે ભૂલથી પ્રેમિકાની મમ્મીના હાથમાં જઈ ચડે છે. મમ્મીનું પાત્ર હેમા માલિની ભજવે છે. હળવી-કૉમેડી લાગતી આ ફિલ્મમાં હેમા માલિની અને રાજકુમાર તથા રકુલ અને રાજકુમારની કેમૅસ્ટ્રી જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2020 12:44 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK