Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હવે ધ કપિલ શર્મા શોમાં પૂજા બૅનરજી કૉમેડી કરતી દેખાશે

હવે ધ કપિલ શર્મા શોમાં પૂજા બૅનરજી કૉમેડી કરતી દેખાશે

24 January, 2020 02:56 PM IST | Ahmedabad

હવે ધ કપિલ શર્મા શોમાં પૂજા બૅનરજી કૉમેડી કરતી દેખાશે

પૂજા બૅનરજી

પૂજા બૅનરજી


‘દેવોં કે દેવ - મહાદેવ’, ‘કુબૂલ હૈ’, ‘તુઝ સંગ પ્રીત લગાઈ સજના’, ‘સર્વગુણ સંપન્ન’ સહિતની સિરિયલોમાં અભિનય કરી ચૂકેલી અભિનેત્રી પૂજા બૅનરજી ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળવાની છે. પૂજા બંગાળી ફિલ્મો તથા ‘ગ્રેટ ગ્રૅન્ડ મસ્તી’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

પૂજા બૅનરજી ‘ધ કપિલ શર્મા શો’ના જે એપિસોડમાં દેખાવાની છે એમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જૅકી શ્રોફ જોવા મળશે. સારી કૉમિક ટાઇમિંગ ધરાવતી પૂજા અગાઉ ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’, ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’, ‘કૉમેડી ક્લાસિસ’ જેવા શોનો ભાગ પણ બની ચૂકી છે. ‘ધ કપિલ શર્મા શો’માં કામ કરવા વિશે અભિનેત્રીએ જણાવ્યું હતું કે કપિલ શર્મા અને આખી ટીમ સાથે કામ કરવાની દર વખતે મજા આવે છે. પૂજાએ કૃષ્ણા અભિષેકનો એક વિડિયો પણ સેટ પરથી શૅર કર્યો હતો. ૨૦૧૩થી શરૂ થયેલા ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ કલર્સ પર ૨૦૧૬ સુધી ચાલ્યો. કૉમેડિયન કપિલ શર્માનો આ શો ટોચ પર પણ પહોંચ્યો અને પ્રશ્નો સર્જાતાં એનાં વળતાં પાણી પણ થયાં. ત્યાર પછી સોની પર તેની પહેલી સીઝન આવી જે બંધ થઈ અને હાલમાં તેની બીજી સીઝન ચાલી રહી છે અને અત્યારે ટૉપ રેડેટ શોમાં એનું નામ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 02:56 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK