Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > International Yoga Day: શિલ્પા શેટ્ટી સાથે તેનો દીકરો પણ કરે છે વર્કઆઉટ

International Yoga Day: શિલ્પા શેટ્ટી સાથે તેનો દીકરો પણ કરે છે વર્કઆઉટ

19 June, 2019 07:12 PM IST |

International Yoga Day: શિલ્પા શેટ્ટી સાથે તેનો દીકરો પણ કરે છે વર્કઆઉટ

શિલ્પા શેટ્ટી કરે છે પોતાના દીકરા સાથે વર્કઆઉટ

શિલ્પા શેટ્ટી કરે છે પોતાના દીકરા સાથે વર્કઆઉટ


વિશ્વભરમાં 21 જુને યોગ દિવસની ઉજવણી થાય છે. ત્યારે દેશભરમાં 21 જૂને યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે. તો બીજી તરફ બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની સાથે તેનો સાત વર્ષનો દીકરો પણ વર્કઆઉટ કરી રહ્યો છે તે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જ્યારે જ્યારે ફિટનેસની વાત આવે ત્યારે ફિલ્મી સિતારાઓ વિશે ચર્ચા થતી જ હોય છે. કારણ કે બોલીવુડ સિતારાઓ ફિટનેસને લઇને સતત સજાગ રહેતા હોય છે અને અન્યોને પણ ફિટ રહેવાની સલાહ આપતાં હોય છે તેમજ તેમને મોટિવેટ પણ કરતાં હોય છે. આમ તો આ લિસ્ટમાં ઘણાં નામ સામેલ છે પણ ખાસ તો જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ મોખરે છે. શિલ્પા શેટ્ટી કેટલાય વર્ષોથી યોગ કરે છે. અને સોશિયલ મીડિયા પર તેણે કેટલાય વીડિયો શેર કર્યા છે. જો કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે આ યોગ દિવસને કારણે ફરી તેના કેટલાક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અહીં શિલ્પા શેટ્ટીના કેટલાક વીડિયોઝ આપેલા છે જેને જોઇને તમે પણ યોગ અને ફિટનેસ પ્રત્યે મોટિવેટ થઇ શકો છો.




21 જૂને થતાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યોગ કરે છે. આ વર્ષે પીએમ મોદી 21 જૂને ઝારખંડની રાજધાની રાંચીમાં સામાન્ય જનતા સાથે યોગ કરશે. જો શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તે રેગ્યુલરલી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો માટે વીડિયોઝ શેર કરતી હોય છે અને ફિટ રહેવાની સલાહ આપતી હોય છે.


આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે શિલ્પા શેટ્ટી ડાયનેમિક સૂર્યનમસ્કાર કરીને ચાહકોને જણાવી રહી છે કે આનાથી તે પોતાને હેલ્ધી અને ફિટ રાખી શકે છે.

શિલ્પા યોગ કરવા માટે મોટિવેટ કરવાની સાથે સાથે એ વાત પર પણ જોર આપે છે કે જે પરિવાર એકસાથે યોગ અને વર્કઆઉટ કરે છે તે ફિટ રહે છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા પણ તેની સાથે વર્કઆઉટ કરે છે.

શિલ્પા શેટ્ટીના આ વીડિયોમાં તેનો દીકરો પણ તેની સાથે વર્કઆઉટ કરતો જોવા મળે છે. શિલ્પા જે સલાહ આપે છે તે પહેલા પોતે કરી બતાવે છે આ રીતે તે લોકોને વધુ ને વધુ મોટિવેટ કરે છે.

 
 
 
View this post on Instagram

Today on the Yoga menu is Dynamic Suryanamaskar... the next level... trying to burn two big chunks of #Mysorepak from yesterday’s menu ???‍♂? How to do it... Hasta Uttanasana Padahastasana Ashwa Sanchalanasana Utthita Chaturanga Dandasana Ashtanga Namaskarasana Bhujangasana Parvatasana Shirshasana Utthita Chaturanga Dandasana Ashtanga Namaskarasana Bhujangasana Parvatasana Ashwa Sanchalanasana Padahastasana Hasta Uttanasana Pranamasana From not being able to do the “Sirsasana” to doing it in the Suryanamaskar flow is a feat for me. So happy I can nail it now. This flow is like a full body workout, strengthening, toning and stretching your body and imagination. #mondaymotivation #nothingisimpossible #yoga #yogi #discipline #suryanamaskar #advance #practice #happiness #ssapp #simplesoulful #comingsoon

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) onMar 31, 2019 at 10:33pm PDT

આ પણ વાંચો : Happy birthday Shilpa Shetty : શિલ્પા શેટ્ટીના સ્ટ્રોન્ગ ફેન્સનું કારણ જાણો અહીં

ખાસ વાત એ છે કે ફિટનેસ અને હેલ્થને લઇને લોકોને ખોટી માહિતી હોય છે અથવા તે જમવાનું ઘટાડી દે છે અથવા જુદો જ ડાએટ પ્લાન બનાવે છે. પણ શિલ્પા શેટ્ટી હંમેશાથી જ કહે છે કે જો હેલ્ધી ડાએટ પ્લાનની સાથે જો તમે પ્રૉપર વર્કઆઉટ કરો તો કોઇ જ મુશ્કેલી આવતી નથી. વર્કફ્રન્ટની વાત કરતા શિલ્પા શેટ્ટી હાલ રિયાલિટી શોમાં જજ તરીકે સામેલ થતી હોય છે.

 
 
 
View this post on Instagram

Workout of the Day - Starting with Parivritta Parsvakonasana and moving into Pasarita Padottasana. Parivrtta Parsvakonasana (Revolved Side Angle Pose) helps strengthen the chest, back, quadriceps and calf muscles. This asana also aids indigestion, constipation, acidity, and it also tones the abdomen. Opens up the chest helps bronchitis, asthma and breathing problems, whereas Prasarita Padottanasana stretches hamstrings, calves, glutes and lower back. It is also good for stress, anxiety and depression, as it increases blood flow to the brain, benefitting the eyes and hair growth. ?? #mondaymotivation #yoga #yogi #yogaasana #morningritual #health #fitness #yogalife #yogainspiration

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) onFeb 17, 2019 at 9:38pm PST

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 07:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK