વિરૂષ્કા બાદ સલમાન અને કેટરિનાના આ બેબી ફોટોઝ વાઈરલ, ફૅન્સ બોલ્યા....

Published: Oct 14, 2020, 16:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સલમાન ખાન અને કેટરિના કૈફના કેટલાક ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તેમને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે. હકીકતમાં આ ફોટોઝ સલમાન અને કેટરિનાનો બેબી લૂક છે.

સલમાન અને કેટરિના
સલમાન અને કેટરિના

સલમાન ખાન હાલ કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14ને હોસ્ટ કરવામાં વ્યસ્ત છે. તેમ જ તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ રાધેની શૂટિંગ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સલમાન ખાન અને કેટરિના કૈફના કેટલાક ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તેમને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે. હકીકતમાં આ ફોટોઝ સલમાન અને કેટરિનાનો બેબી લૂક છે. આ ફોટોઝ જોઈને ફૅન્સ એમના દીવાના થઈ રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે. બન્ને આ ફોટોઝમાં ઘણા ક્યૂટ લાગી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આવી જ રીતે વિરાટ અને અનુષ્કાની બેબી તસવીર વાઈરલ થઈ હતી, જે લોકોને ઘણી પસંદ આવી હતી. આ બધો કમાલ એક બેબી ફિલ્ટરનો છે. જણાવી દઈએ કે આઈપીએલ 2020 રમવા માટે વિરાટ કોહલી હાલ UAEમાં છે અને પત્ની અનુષ્કા પ્રેગ્નન્ટ પણ છે.

sallu-kat

સોશિયલ મીડિયા પર હાલ બેબી ફિલ્ટરનો ક્રેઝ ચાલી રહ્યો છે. તેમ જ કેટલાક ફૅન્સ બેબી ફિલ્ટર લગાવીને સતત સ્ટાર્સની ફોટોઝના મીમ્સ બનાવી રહ્યા છે, જે ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરિના કૈફ છેલ્લે ભારત ફિલ્મમાં નજર આવ્યો હતા. હાલ સલમાન રાધે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે અને કેટરિના પોતાની સૂર્યવંશી ફિલ્મના રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં એમની સાથે અક્ષય કુમાર પણ નજર આવશે.

virushka

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આઈપીએલ પહેલા જ પ્રેગ્નેન્સીની ઘોષણા કરી હતી અને અનુષ્કાના ઘરે જાન્યુઆરી 2021માં બાળકનું આગમન થશે. જુઓ બન્નેની બેબી ફિલ્ટરની ક્યૂટ તસવીર

dhoni-sakshi

કોહલી પછી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) અને સાક્ષી ધોનીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમા તેઓ બાળક રૂપમાં ઘણા ક્યૂટ લાગી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK