Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'નાગિન 4'ના ધમાકેદાર એન્ડ બાદ 'નાગિન 5' લઈને આવશે એકતા કપૂર

'નાગિન 4'ના ધમાકેદાર એન્ડ બાદ 'નાગિન 5' લઈને આવશે એકતા કપૂર

29 May, 2020 07:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'નાગિન 4'ના ધમાકેદાર એન્ડ બાદ 'નાગિન 5' લઈને આવશે એકતા કપૂર

'નાગિન 4'ના ધમાકેદાર એન્ડ બાદ 'નાગિન 5' લઈને આવશે એકતા કપૂર


એકતા કપૂરે કન્ફર્મ કર્યું છે કે ‘નાગિન 4’ને જલદી જ એન્ડ કરીને ‘નાગિન 5’ લઈને આવશે. લૉકડાઉન હટ્યા બાદ એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ચોથી સીઝનમાં નિયા શર્મા, જૅસ્મિન ભસીન, અનીતા હસનંદાની અને વિજયેન્દ્ર કુમરિયા જોવા મળ્યાં હતાં. શો વિશે એકતાએ કહ્યું હતું કે ‘મને સતત ‘નાગિન 4’ને લઈને સવાલો પૂછવામાં આવતા હતા. એથી હું સૌને ચોખવટ કરવા માગું છું કે ‘નાગિન 4’નો એન્ડ શાનદાર થવાનો છે. અમે અધવચ્ચેથી નવી શરૂઆત ન કરી શકીએ એથી અમે ‘નાગિન 4’નો એન્ડ લાવવાના છીએ. ત્યાર બાદ તરત ‘નાગિન 5’ લઈને આવીશું. ‘નાગિન 4’ પર હું વધુ ધ્યાન નહોતી આપી શકી. આશા રાખું છું કે આગામી સીઝનમાં સારી રીતે તમને મનોરંજન આપીશું. જોકે ત્યાં સુધી તમને સીઝન 4નો ધમાકેદાર ફિનાલે મળે એના પર કામ કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2020 07:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK