'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ

Published: 17th January, 2021 19:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લોકોનો વિરોધ વધતો જોઇ મહારાષ્ટ્ર સરકારે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરની સુરક્ષા વધારી દીધી છે અને ઘરની બહાર પોલીસ પહેરો આપી રહી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે
તસવીર સૌજન્ય મિડ-ડે

સૈફ અલી ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'તાંડવ' પર વિવાદ ખતમ થવાનું નામ નથી. સોશિયલ મીડિયા પર આમાં હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો આરોપ મૂકાયા પછી બીજેપીના નેતાઓ સ્પષ્ટ રીતે આનો વિરોધ કરી રહ્યા છે. લોકોનો વિરોધ વધતો જોઇ મહારાષ્ટ્ર સરકારે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરની સુરક્ષા વધારી દીધી છે અને ઘરની બહાર પોલીસ પહેરો આપી રહી છે.

બીજેપી એમએલએ રામ કદમે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં સૈફ અલી ખાન અને તેમની સીરિઝના મેકર્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. કદમે કેટલાક લોકો સાથે એક વિરોધ પ્રદર્શન પણ કર્યું અને 'તાંડવ' પર પ્રતિબંધ મૂકાવાની માગ પણ કરી. તેમણે કહ્યું, "વેબ સીરિઝના પ્રૉડ્યૂસર, ડાયરેક્ટર અને એક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ." આ પહેલા કદમે આ વેબ સીરિઝ પર આ પણ આરોપ મૂક્યો હતો કે તે દલિત વિરોધી અને હિંદુઓ વિરુદ્ધ સાંપ્રદાયિક નફરત ફેલાવનારી છે.

આ પહેલા બીજેપી સાંસદ મનોજ કોટક આ વિરુદ્ધ આવ્યા અને તેમણે કહ્યું કે આ સીરિઝ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. મનોજ કોટકે એક ન્યૂઝ એજન્સી સાથે વાક કરતા કહ્યું કે સતત વેબ સીરિઝના નામે એન્ટી હિંદૂ કોન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે જેને તરત અટકાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ફિલ્મો અને વેબ સીરિઝમાં હિંદુ દેવી-દેવતાઓનો મજાક ઉડાડવામાં આવે છે જેથી હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચે છે.

બીજેપી અને લોકોના વિરોધ પછી સૈફ અને કરીનાના ઘરની બહાર અમુક પોલીસ કર્મચારીઓ અને પોલીસ વેન જોવા મળી છે. કેટલીક તસવીરો સામે આવી છે જેમાં પોલીસ કર્મચારીઓ સૈફના ઘરની બહાર ગેટ પર સુરક્ષામાં તૈનાત જોવા મળી છે. જણાવવાનું કે સૈફ અલી ખાન હાલ પોતાની ફિલ્મના શૂટિંગ માટે મુંબઇથી બહાર ગયા છે જ્યારે કરીના કપૂર પ્રેગ્નેન્ટ છે અને ઘરે એકલી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK