Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચોથા પોલીસને શોધી રહ્યો છે રોહિત શેટ્ટી?

ચોથા પોલીસને શોધી રહ્યો છે રોહિત શેટ્ટી?

17 March, 2020 12:07 PM IST | Mumbai
Mohar Basu

ચોથા પોલીસને શોધી રહ્યો છે રોહિત શેટ્ટી?

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી


રોહિત શેટ્ટી હવે તેના પોલીસ યુનિવર્સમાં ચોથા પોલીસને શોધી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેણે અત્યાર સુધી અજય દેવગન સાથે ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’, રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ અને અક્ષયકુમાર સાથે ‘સૂર્યવંશી’ બનાવી છે. આ ત્રણ પોલીસ બાદ તે હવે ચોથા પોલીસના કૅરૅક્ટર પર કામ કરી રહ્યો હોવાની ચર્ચા છે. દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે ‘સૂર્યવંશી’ની રિલીઝની તારીખ પાછળ ઠેલવામાં આવી છે. બીજી તરફ રોહિતની રાઇટર્સની ટીમ આ ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જવા માટે પોલીસના નવા કૅરૅક્ટર પર કામ કરી રહી છે. રોહિત ‘સૂર્યવંશી’ની રિલીઝ બાદ ‘ગોલમાલ’ની સિરીઝ પર કામ કરવાનો છે. જોકે તેણે પોતાની ટીમને એક અલગ પર્સનાલિટી ધરાવતા કૉપના નવા અવતાર પર કામ કરવા કહ્યું છે જે ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ કરતાં હટકે હોય. આ પાત્રને ભારતના અલગ ખૂણેથી દેખાડવામાં આવશે અને એની સાથે અલગ જ ઇશ્યુને દેખાડવામાં આવશે. આ ઍક્શન ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જવા માટે કેટલાક હીરો પણ રોહિતના ધ્યાનમાં હોવાની ચર્ચા છે. તેમ જ રોહિતે તેની ‘સૂયવંશી’માં તેના આગામી ઍક્ટરનો ઉલ્લેખ કર્યો હોવાની પણ ચર્ચા છે. આ સંદર્ભે હજી સુધી રોહિતે કોઈ નિવેદન નથી આપ્યું.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 12:07 PM IST | Mumbai | Mohar Basu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK