હર્ષદ મહેતા પછી હવે હંસલ મહેતા લાવશે વિજય માલ્યા
વિજય માલ્યા, હંસલ મહેતા
હર્ષદ મહેતાએ કરેલા શૅરબજારના ગોટાળા પર આધારિત ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા સ્ટોરી’ને મળેલી સફળતા પછી હવે સોની લિવ અને ડિરેક્ટર-પ્રોડ્યુસર હંસલ મહેતા વધુ એક ફાઇનૅન્શિયલ સ્કૅમ પર વેબ-સિરીઝ બનાવશે, જે વિજય માલ્યા પર આધારિત છે. વિજય માલ્યાએ કેવી રીતે અબજોની માર્કેટ-વૅલ્યુ ધરાવતી ‘કિંગફિશર’ બ્રૅન્ડ ડેવલપ કરી અને એના આધારે કઈ રીતે બૅન્કોને દેવામાં ઉતારી દીધી એ વાતને વેબ-સિરીઝના કેન્દ્રમાં રાખવામાં આવશે. હંસલ મહેતાની પ્રોડક્શન-ટીમે ઑલરેડી રિસર્ચ પૂરું પણ કરી લીધું છે. વેબ-સિરીઝ માટે કાસ્ટિંગ હવે શરૂ થશે.