રાજેશ ખન્નાએ હીરો બન્યા પછી ઔરત ફિલ્મમાં હિરોઇનના ભાઈનો રોલ કર્યો હતો!

Published: Mar 31, 2020, 15:02 IST | Ashu Patel | Mumbai

યસ, રાજેશ ખન્નાએ હીરો તરીકે ‘આખરી ખત’ અને ‘રાઝ’ ફિલ્મમાં અભિનય કર્યા પછી ‘ઔરત’ ફિલ્મમાં હિરોઇનના ભાઈનો રોલ કર્યો હતો.

રાજેશ ખન્ના
રાજેશ ખન્ના

યસ, રાજેશ ખન્નાએ હીરો તરીકે ‘આખરી ખત’ અને ‘રાઝ’ ફિલ્મમાં અભિનય કર્યા પછી ‘ઔરત’ ફિલ્મમાં હિરોઇનના ભાઈનો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં ફિરોઝ ખાન હીરો હતા અને પદ્‍‍મિની હિરોઇન હતાં. એ ફિલ્મનું શૂટિંગ જોકે ‘રાઝ’ ફિલ્મ પહેલાં થયું હતું. રાજેશ ખન્નાએ ‘ઔરત’ ફિલ્મમાં અભિનય કર્યો હતો ત્યારે સેટ પર તેમને હીરો ફિરોઝ ખાનની સરખામણીમાં કોઈ માનપાન મળતાં નહોતાં.

‘ઔરત’ ફિલ્મ એસ. એસ. વાસન અને એસ. એસ. બાલને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી હતી. એ ફિલ્મના લેખક હતા કે. એસ. ગોપાલક્રિષ્નન. એ ફિલ્મ માટે સંગીત રવિએ આપ્યું હતું. જેમિની પિક્ચર્સે એ ફિલ્મને ડિસ્ટ્રિબ્યુટ કરી હતી. ૧૯૬૭ની ૧૮ ઑગસ્ટે એ ફિલ્મ રિલીઝ થઈ હતી.

એ ફિલ્મમાં ફિરોઝ ખાન, પદ્‍‍મિની અને રાજેશ ખન્ના ઉપરાંત પ્રાણ, ઓ. પી. રલ્હન, નઝીમા, લલિતા પવાર, ડેવિડ સહિત અન્ય કલાકારોએ અભિનય કર્યો હતો.
એ ફિલ્મની સ્ટોરી એવી હતી કે એક ગરીબ કુટુંબની દીકરી પાર્વતી (પદ્‍‍મિની) ૮ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. પદ્‍‍મિનીના જીવનનું લક્ષ્ય છે કે પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવી અને બધી બહેનોનાં લગ્ન કરાવવાં, જેમાં એક મંદબુદ્ધિની બહેનનો પણ સમાવેશ હતો એટલે તેણે પોતાની આખી જિંદગી કુટુંબ માટે સમર્પિત કરી દીધી હતી. તે તેના ભાઈ સુરેશ (રાજેશ ખન્ના)ને ભણાવી-ગણાવીને ડૉક્ટર બનાવવા માટે સંઘર્ષ કરતી રહે છે જેથી તેનો ભાઈ ડૉક્ટર બની જાય તો કુટુંબને આર્થિક સહારો મળી જાય. એ સંઘર્ષ દરમ્યાન તે જ્યારે-જ્યારે ફિરોઝ ખાનને મળે છે ત્યારે તેના ચહેરા પર સ્મિત આવી જાય છે, પરંતુ તે તેના તરફ આગળ વધી શકતી નથી, કારણ કે તેના પર કુટુંબની જવાબદારી છે. આ દરમ્યાન મનોહરીલાલ (પ્રાણ) જે એક વૃદ્ધ શ્રીમંત પુરુષ છે અને ૬ બાળકોનો પિતા છે તે ફરી પરણવા માગે છે. તે પોતાને માટે છોકરી શોધી રહ્યો છે અને તેના ધ્યાનમાં પાર્વતી આવે છે. તે પાર્વતીનું માગું નાખે છે, પરંતુ પાર્વતીની માતા અને ભાઈ સુરેશ એ માગું ઠુકરાવી દે છે. જોકે પાર્વતી એ દરખાસ્ત સ્વીકારી લે છે, પણ તે મનોહરીલાલ સામે શરત મૂકે છે કે હું તમારી સાથે લગ્ન કરીશ, પણ તમારે મારા કુટુંબની જવાબદારી સંભાળવી પડશે.

પાર્વતી મનોહરીલાલ સાથે લગ્ન કરી લે છે, પરંતુ મનોહરીલાલના કુટુંબના સભ્યો આ લગ્નની વિરુદ્ધ છે. તેઓ પાર્વતીને સ્વીકારતા નથી. જોકે પાર્વતી તેના પતિ મનોહરીલાલનાં સંતાનોનો પ્રેમ જીતવામાં સફળ થાય છે. તે પોતાનો મોટા ભાગનો સમય મનોહરીલાલનાં સંતાનો સાથે વિતાવે છે માટે મનોહરીલાલ અકળાઈ જાય છે. સુરેશ અને મનોહરીલાલની બહેન આશા (નઝીમા) એકબીજા તરફ આકર્ષાય છે, પણ મનોહરીલાલ એ સંબંધનો સખત વિરોધ કરે છે અને તે સુરેશને આગળ ભણવા માટે મદદ કરવાનું બંધ કરી દે છે, પરંતુ મનોહરીલાલની બહેન સુરેશના અભ્યાસ માટે કોઈ પુરુષ પાસેથી પૈસાની વ્યવસ્થા કરે છે. એ માટે તે એક હોટેલની અવારનવાર મુલાકાત લે છે. સુરેશ તેની ફાઇનલ એક્ઝામમાં પાસ થઈ જાય છે અને પાર્વતી ખુશ થઈ જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK