કંગના રનોટે મુંબઈને POK સાથે સરખાવ્યું, બૉલીવુડ સેલેબ્ઝે આપ્યા આવા રિએક્શન

Published: 4th September, 2020 14:30 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોનુ સૂદ, રિતેશ દેશમુખ, દિયા મિર્ઝા સહિતના સ્ટારે આપ્યો પ્રતિસાદ

સોનુ સૂદ, કંગના રનોટ, રિતેશ દેશમુખ
સોનુ સૂદ, કંગના રનોટ, રિતેશ દેશમુખ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે ચાલી રહેલા નિવેદનોના સીલસીલા વચ્ચે બૉલીવુડની ડ્રામા ક્વીન કંગના રનોટ (Kangana Ranaut) દરેક મુદ્દે સોશ્યલ મીડિયા પર તેના પ્રતિભાવો આપતી જ હોય છે. આ દરમિયાન કંગનાનું એક ટ્વિટ ચર્ચામાં આવ્યું છે. જેમાં તેણે મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK સાથે કરી છે. આ ટ્વિટ પછી કંગના લોકોના નિશાના પર આવી ગઈ છે. બૉલીવુડના ઘણા સ્ટાર્સે પણ કંગનાના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. આ લિસ્ટમાં સોનુ સૂદ (Sonu Sood), રિતેશ દેશમુખ (Riteish Deshmukh), દિયા મિર્ઝા (Dia Mirza), રેણુકા શહાણે (Renuka Shahane) સહિતના સેલેબ્ઝ સામેલ છે. બધાએ મુંબઈ વિશે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને ઘણાએ કંગનાનું નામ લીધા વિના તેના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે.

સોનુ સૂદે લખ્યું છે કે, 'મુંબઈ...આ શહેર લોકોના ભાગ્ય બદલે છે. તમે સલામ કરશો તો સલામ મળશે.'

પ્રખ્યાત અભિનેત્રી રેણુકા શહાણેએ લખ્યું હતું કે, 'પ્રિય કંગના રનોટ મુંબઈ તે શહેર છે જ્યાં તમે બૉલીવુડ સ્ટાર બનવાનું તમારું સ્વપ્ન પૂરું કર્યું છે. દરેક જણ અપેક્ષા રાખશે કે તમે આ ભવ્ય શહેરનું સન્માન કરો. તમે મુંબઈની, જેવી રીતે POK સાથે સરખામણી કરી રહ્યાં છો તે ખૂબ જ ખરાબ છે.'

ઉર્મિલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું, 'મહારાષ્ટ્ર ભારતનો સાંસ્કૃતિક તથા બૌદ્ધિક ચહેરો છે. આ મહાન શિવાજી મહારાજની ભૂમિ છે. મુંબઈએ લાખો ભારતીયોના પેટ ભર્યા છે અને તેમને નામ, પૈસા તથા લોકપ્રિયતા આપી છે. માત્ર કૃતધ્ન લોકો જ આની તુલના POK સાથે કરી શકે છે. આઘાત તથા ગુસ્સામાં છું.'

રિતેશ દેશમુખે લખ્યું હતું કે, 'મુંબઈ હિન્દુસ્તાન છે.'

દિયા મિર્ઝાએ કહ્યું હતું કે, 'મુંબઈ મારી જાન. 20 વર્ષથી વધારે સમયથી અહીં રહું છું અને કામ કરું છું. જ્યારે હું 19 વર્ષની હતી ત્યારથી અહીં રહું છું. આ શહેરએ મને ખુલ્લા હાથ કરીને સ્વિકારી છે. એક સર્વવ્યાપક, સર્વગ્રાહી, વૈવિધ્યસભર, સુંદર શહેર.'

મીરા ચોપરાએ લખ્યું હતું કે, 'હું દિલ્હીની છોકરી છું અને છેલ્લા પાંચ વર્ષથી મુંબઈમાં રહું છું. હું ગર્વથી કહી શકું છું કે મુંબઈ સહુથી સુરક્ષિત શહેર છે. મુંબઈ પોલીસ સૌથી વધારે હેલ્પફુલ છે.'

આ પણ વાંચો: કંગના રનોટે સંજય રાઉત પર લગાડયો ગંભીર આરોપ, ટ્વીટ કરીને બોલી આ....

મુંબઈ ખરેખર સુંદર અને સુરક્ષિત શહેર છે એવું દરેક સેલેબ્ઝ માને છે અને તેઓએ આજ બાબત ટ્વીટ દ્વારા વ્યક્ત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK