કંગના પછી હવે મનીષ મલ્હોત્રાને BMCએ મોકલી નોટિસ

Published: 10th September, 2020 13:47 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બીએમસીએ મનીષ મલ્હોત્રાને અંડર સેક્શન 351 એટલે કે અનાધિકૃત પરિવર્તન (Unauthorised alterations) કરવા માટે કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.

મનીષ મલ્હોત્રા
મનીષ મલ્હોત્રા

બોલીવુડ અભિનેત્રી (Bollywood Actress Kangana Ranaut) કંગના રણોતની ઑફિસના ગેરકાયદેસર નિર્માણનો હવાલો આપતાં તોડફોડ કર્યા પછી હવે બૃહન્મુંબઇ નગર નિગમ (BMC)ની નજર જાણીતા ફેશન ડિઝાઇનર (Fashion Designer Manish Malhotra) મનીષ મલ્હોત્રાની ઑફિસ પર છે. મનીષ મલ્હોત્રાની ઑફિસ પણ મુંબઇના પાલી હિલમાં જ છે જ્યાં કંગનાની ઑફિસ છે. બીએમસીએ મનીષ મલ્હોત્રાને અંડર સેક્શન 351 એટલે કે અનાધિકૃત પરિવર્તન (Unauthorised alterations) કરવા માટે કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.

બીએમસીએ ફેશન ડિઝાઇનરને સાત દિવસનો સમય આપ્યો છે અને તેની પાસેથી જવાબ માગ્યો છે. મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં જ પોતાની ઑફિસના ફર્સ્ટ ફ્લોર પર અમુક ફેરફાર કરાવ્યા હતા જેના સંદર્ભે બીએમસીએ તેમને નોટિસ મોકલી છે.

BMC notice to Manish Malhotra 

જણાવવાનું કે બીએમસીએ બુધવારે કંગના રણોતની ઑફિસમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ તે સમયે કરવામાં આવી જ્યારે કંગના મુંબઇમાં હાજર નહોતી. જો કે, કાર્યવાહી કરતાં પહેલા બીએમસીએ કંગનાની ઑફિસની દીવાલ પર નોટિસ ચોંટાડી હતી અને ગેરકાયદેસર કરેલા બાંધકામને તોડવાની વાત પણ કરી હતી પણ એ પહેલા કે કંગના ઑફિસ પહોંચે બીએમસીના અધિકારીઓએ તોડફોડ કરી દીધી હતી. રાહતના સમાચાર એ પણ છે કે બૉમ્બે હાઇકૉર્ટે આ અંગે સ્ટે આપ્યો છે. બૉમ્બે હાઇકૉર્ટ આ મામલે હવે 10 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. બૉમ્બે હાઇકોર્ટે કંગનાની ઑફિસ તોડવાને લઈને તરત કાર્યવાહી કરવાં બાબતે બીએમસી પાસેથી જવાબ માગ્યો છે. હવે બીએમસીએ આ મામલે જવાબ આપવાનો રહેશે.

બીએમસીની આ કાર્યવાહીથી કંગના ખૂબ જ ભડકી ગઈ છે અને સતત શિવસેના પર સતત શાબ્દિક પ્રહાર કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેથી લઈને સંજય રાફત પર કંગનાએ આકરા પ્રહારો કર્યા છે.અભિનેત્રીએ પોતાની ઑફિસની અંદરના વીડિયોઝ પણ શૅર કર્યા છે જેમાં તેની તૂટેલી ઑફિસ પણ દેખાય છે. આ ટ્વીટ્સમાં કંગનાએ લખ્યું છે કે, "Death Of Democracy"

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK