બિગ બૉસમાંથી બહાર થયા બાદ મધુરિમાની ગાડી ફરી પાટા પર

Published: Feb 06, 2020, 11:41 IST | Harsh Desai | Mumbai Desk

એક બાર ફિર ઇશ્ક મેં મરજાવાંનું શૂટિંગ ગોવામાં કરી રહી છે

‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનની ભૂતપૂર્વ સ્પર્ધક મધુરિમા તુલીની ગાડી ફરી પાટા પર આવી ગઈ છે. ‘બિગ બૉસ’માં તેના બૉયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહને માર માર્યા બાદ તે શોમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે હવે તે કલર્સ ચૅનલની નવી સિરિયલ ‘એક બાર ફિર ઇશ્ક મેં મરજાવાં’માં જોવા મળશે. ‘ઇશ્ક મેં મરજાવાં’ બાદ કલર્સ ચૅનલ હવે ‘એક બાર ફિર ઇશ્ક મેં મરજાવાં’ લઈને આવી રહી છે. હેલી શાહ દ્વારા ભજવવામાં આવી રહેલા રિદ્ધિમાના પાત્ર, વિશાલ વશિષ્ઠ દ્વારા ભજવવામાં આવી રહેલા કબીરનું પાત્ર અને રાહુલ સુધીર દ્વારા ભજવવામાં આવી રહેલા વંશના પાત્રના આસપાસ શોની સ્ટોરી ફરતી જોવા મળશે. આ તમામ પાત્રો પ્રેમ, પાવર, પૈસા અને બદલાની પાછળ ગાંડાં હોય છે અને એને કારણે તમામ એક જ રસ્તા પર મળે છે. મધુરિમા પણ આ શોનો પાર્ટ છે અને તે સ્પેશ્યલ એજન્ટ નેહાનું પાત્ર ભજવશે. તે એક પૉઝિટિવ પાત્ર ભજવી રહી છે. આ માટે તે હમણાં ગોવામાં શૂટિંગ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK