સુશાંતના પિતાના આક્ષેપો બાદ શું રિયા ચક્રવર્તી આગોતરા જામીનની અરજી કરશે?

Updated: 29th July, 2020 13:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ આક્ષેપો કર્યા બાદ અભિનેત્રીએ સંજય દત્તનો કેસ લડનાર વકીલની મદદ લીધી

સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં તેના પિતા કે.કે.સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેટલાંક સેલેબ્ઝ પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. સાથે જ અભિનેતાની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર કેટલાંક ગંભીર આક્ષેપો મુક્યા છે. બિહાર પોલીસ આજે એટલે કે 29 જૂલાઈના રોજ મુંબઈમાં રહીને આ બાબતે તપાસ કરવાની છે. કે.કે.સિંહે એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી, તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી તથા બે મેનેજર સોમિયલ મિરાન્ડા તથા શ્રુતિ મોદીના નામ લીધા છે. એટલે હવે રિયા ચક્રવર્તી આગોતરા જામીનની અરજી કરે તેવી શક્યતા છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, મંગળવાર 28 જુલાઈના રોજ રાત્રે જાણીતા વકીલ સતીશ માને શિંદેની જુનિયર વકીલ આનંદિની ફર્નાન્ડિઝ રિયા ચક્રવર્તીના ઘરેથી નીકળતી જોવા મળી હતી. વકીલ સાથે રિયાએ આગોતરા જામીનની લગભગ ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે, સતીશ માને શિંદેએ 1993માં સંજય દત્ત (Sanjay Dutt)નો મુંબઈ બ્લાસ્ટ કેસ લડ્યો હતો. સતીશે સલમાન ખાન (Salman Khan)ના પણ કેટલાક કેસ લડ્યા હતા.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના પિતાએ આપેલી માહિતી પ્રમાણે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે. રાજીવ નગર પોલીસ સ્ટેશનના SSP ઉપેન્દ્ર શર્માએ તપાસ માટે ચાર પોલીસ અધિકારીઓની એક ટીમ પણ મુંબઈ મોકલી છે. જે અત્યારે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર લગાવ્યા છે આ ગંભીર આરોપો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 37 લોકોની પૂછપરછ કરી છે.

First Published: 29th July, 2020 11:51 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK