Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યા રાય બાદ હવે સલમાન ખાનનો વારો..વિવેકે ફરી કર્યું ખોટું ટ્વીટ

ઐશ્વર્યા રાય બાદ હવે સલમાન ખાનનો વારો..વિવેકે ફરી કર્યું ખોટું ટ્વીટ

31 May, 2019 03:06 PM IST | મુંબઈ

ઐશ્વર્યા રાય બાદ હવે સલમાન ખાનનો વારો..વિવેકે ફરી કર્યું ખોટું ટ્વીટ

હવે સલમાનના વારો

હવે સલમાનના વારો


બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય(vivek oberoi) છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. હાલમાં તેમની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી રિલીઝ થઈ છે. એ પહેલા તેમણે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સને લઈને કાંઈક એવું ટ્વીટ કરી દીધું હતું કે જેનાથી હંગામો થઈ ગયો હતો. મીમ પર વિવાદ એટલો વધી ગયો કે તેને ચેરિટી શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને મહિલા આયોગે તેની ફરિયાદ કરી દીધી હતી. જો કે બાદમાં વિવેકે માફી માંગી લીધી હતી. પરંતુ પોતાના એક ટ્વીટને  લઈને વિવેકને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

થયું એવું કે, વિવેકે ટ્વિટ્ટર પર વડાપ્રધાન મોદીને વધામણી આપતું ટ્વીટ કર્યું જેમાં તેમને ખોટી રીતે સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ને પ્રમોટ કરી દીધી. જો કે ટ્રોલ થયા બાદ વિવેકે પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું. ટ્વીટમાં વિવેકે લખ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીના શપથગ્રહણ માટે આમંત્રણ મળવું મારા માટે સન્માનની વાત છે. ગુજરાતના મુખ્યમંત્રીથી #Bharatના વડાપ્રધાન બનવા સુધી હું PM મોદીને ત્રીજા વાર શપથ લેતા જોઈ રહ્યો છું. આ મારા માટે ગર્વની વાત છે. મને અનુભવ થઈ રહ્યો છે કે આ ઐતિહાસિક દિવસનો હું પણ એક ભાગ છું.'

vivek tweet




વિવેકે પોતાના ટ્વીટ સાથે #Bharat હેશટેગનો ઉપયોગ કરીને અજાણતા જ સલમાનની ફિલ્મ ભારતને પ્રમોટ કરી દીધી. જો કે ટ્રોલ થયા બાદ તેણે ટ્વીટ ડિલીટ કરી દીધું અને ફરીથી નવું ટ્વીટ કર્યું. જેમાં તેણે #Bharat નહોતું લખ્યું. જુઓ વિવેકનું ટ્વીટ.



જુઓ કેવી રીતે વિવેક થયો ટ્રોલ


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2019 03:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK