૩ વર્ષ બાદ અક્ષયકુમાર ને સુનીલ શેટ્ટી સાથે કામ કરશે

Published: 3rd November, 2014 04:54 IST

પ્રોફેશનલ મતભેદોને કારણે ત્રણ વર્ષથી સાથે કામ ન કરનારા અક્ષયકુમાર અને સુનીલ શેટ્ટી હવે ફરી સાથે ફિલ્મ કરી રહ્યા છે.

છેલ્લે ૨૦૧૧માં ફિલ્મ ‘થૅન્ક યુ’માં બન્ને સાથે જોવા મળ્યા હતા. આગામી ફિલ્મ ‘ધ શૌકીન્સ’માં અક્ષયકુમાર મેઇન રોલમાં અને સુનીલ શેટ્ટી કૅમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક શર્માએ કહ્યું હતું કે ‘સુનીલ શેટ્ટીને આ ફિલ્મમાં સામેલ કરતાં ફિલ્મમાં મોજમસ્તી અનોખી રીતે રજૂ થશે. અક્ષય-સુનીલે ઘણી ફિલ્મો સાથે કરી હોવાથી બન્નેની કેમિસ્ટ્રી સરસ જામતી હોવાથી અક્ષયને લીધા પછી આ કૅમિયો રોલ માટે સુનીલને લેવાનો વિચાર આવ્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK