Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બે વર્ષ બાદ ૨૬ જાન્યુઆરીએ અંત થશે ગુડ્ડન તુમસે ના હો પાએગાનો

બે વર્ષ બાદ ૨૬ જાન્યુઆરીએ અંત થશે ગુડ્ડન તુમસે ના હો પાએગાનો

21 January, 2021 07:19 PM IST | Mumbai
Mumbai Correspondent

બે વર્ષ બાદ ૨૬ જાન્યુઆરીએ અંત થશે ગુડ્ડન તુમસે ના હો પાએગાનો

બે વર્ષ બાદ ૨૬ જાન્યુઆરીએ અંત થશે ગુડ્ડન તુમસે ના હો પાએગાનો

બે વર્ષ બાદ ૨૬ જાન્યુઆરીએ અંત થશે ગુડ્ડન તુમસે ના હો પાએગાનો


ઝી ટીવી પર બે વર્ષ સુધી ચાલનાર ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ સિરિયલનો લાસ્ટ એપિસોડ 26 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ થશે. લોકોએ આ શોને ખૂબ પ્રેમ આપ્યો છે. શોમાં સાસુની ઉંમર તેની વહુ કરતાં પણ નાની દેખાડવામાં આવી હતી. શોમાં અક્ષતનું પાત્ર ભજવનાર નિશાંત સિંહ મલખાની અને ગુડ્ડનની ભૂમિકામાં જોવા મળનારી કનિકા માનની કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી છે. શોમાં 20 વર્ષનું લીપ દેખાડવામાં આવ્યું હતું જેમાં અગસ્ત્યનું પાત્ર ભજવનાર સાવી ઠાકુર અને છોટી ગુડ્ડન બનેલી કનિકાની લવ સ્ટોરી પણ લોકોને ખૂબ ગમી હતી. આ શોમાં અનેક કલાકારોનો ઉમેરો થતો ગયો હતો. શોના છેલ્લા એપિસોડનાં શૂટિંગ વખતે સેટ પર સૌએ કેક-કટિંગ કરીને અનેક યાદોનો સંગ્રહ પોતાનાં દિલોમાં કર્યો છે. આ શોનું સ્થાન એક નવી સિરિયલ ‘તેરી મેરી ઇક જિંદરી’ લેશે જે સોમવારથી શનિવાર રાતે 8 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ને લઈને કનિકાએ કહ્યું હતું કે ‘શો 31 ડિસેમ્બરે પૂરો થવાનો છે એની જાણકારી મને મળી હતી અને હું વિચારતી હતી કે એ કેવો દિવસ છે કે જ્યારે મારો પહેલો શો ખતમ થવાનો છે. પહેલાં તો હું ચોંકી ઊઠી, પરંતુ બાદમાં મેં મારી જાતને સમજાવી કે નવું વર્ષ મારા માટે નવી શરૂઆત લઈને આવશે. મેં એને સકારાત્મકતા સાથે અપનાવ્યું. જોકે લાસ્ટ શૂટિંગ વખતે હું મારાં આંસુઓને રોકી શકી નહીં. એની લાઇન્સ બોલવાની પણ મારામાં હિમ્મત નહોતી. એ બધું મારી અંદર ઘૂંટાતું હતું અને એવું લાગતું હતું જાણે કે કોઈ મને મારાથી જ દૂર લઈ જાય છે. હું આજે જે કંઈ પણ છું એ શોને કારણે જ છું. હું આ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. ગુડ્ડનની સાથે જ એક જલ્લી છોકરી મા તરીકે વિકાસ પામી હતી. મારો પણ એક વ્યક્તિ અને એક કલાકાર તરીકે વિકાસ થયો છે. ગુડ્ડન મારા માટે એક બેબી સમાન છે. હું એની સાથે દિલથી જોડાયેલી છું. મને જાણ નથી કે ક્યાં સુધી એ અટૅચમેન્ટ રહેશે. દર્શકોએ જે સપોર્ટ અને સ્ટ્રેંગ્થ આપી એ બદલ તેમનો આભાર. લવ યુ ઑલ.’


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 07:19 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK