Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ૧૫૦૦ વર્ચ્યુઅલ ઑડિશન

૧૫૦૦ વર્ચ્યુઅલ ઑડિશન

01 September, 2020 10:05 PM IST | Ahmedabad
Mumbai Correspondent

૧૫૦૦ વર્ચ્યુઅલ ઑડિશન

ફૈઝલ શેખ

ફૈઝલ શેખ


એકતા કપૂર પોતાના ઓટીટી પ્લૅટફોર્મ અલ્ટ બાલાજી પર એક્શન-થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘બૅન્ગ બૅન્ગ- સાઉન્ડ ઓફ ક્રાઇમ્સ’ લોન્ચ કરવાની છે. અલ્ટ બાલાજીના મતે ‘બૅન્ગ બૅન્ગ’ આ વર્ષની સૌથી મોટી એક્શન-થ્રિલર સિરીઝ બનશે. હવે આ શોમાં કયા કલાકારો હશે તેની જાહેરાત પણ થઈ ગઈ છે. આશરે ૧૫૦૦ જેટલા વર્ચ્યુઅલ ઓડિશન લીધા બાદ ફૈસલ શેખ અને રુહી સિંહને લીડ રોલમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. ટિકટોકના ચાહકોમાં ફૈસલ શેખ અતિ લોકપ્રિય નામ છે અને ફૈસલ હવે એકતા કપૂરની આ સિરીઝથી એક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, તો રુહી સિંહ પૂર્વ મિસ ઇન્ડિયા રહી ચૂકી છે અને અભિનેત્રી પણ છે. ‘બૅન્ગ બૅન્ગ’નો હેતુ ખાસ તો યુવાનોને આકર્ષવાનો છે એટલે આ શોમાં મિસ્ટ્રી, સસ્પેન્સ, એક્શન અને યુથ ડ્રામા જોવા મળશે. અભિષેક કપૂર નિર્દેશિત આ સિરીઝનું શૂટિંગ સપ્ટેમ્બરથી ઉદયપુરમાં થવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2020 10:05 PM IST | Ahmedabad | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK