Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અફતાબ શિવદાસાનીનો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ, આ લક્ષણો બાદ હોમ ક્વૉરંટાઇન

અફતાબ શિવદાસાનીનો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ, આ લક્ષણો બાદ હોમ ક્વૉરંટાઇન

11 September, 2020 07:14 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

અફતાબ શિવદાસાનીનો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ, આ લક્ષણો બાદ હોમ ક્વૉરંટાઇન

અફતાબ શિવદાસાની

અફતાબ શિવદાસાની


બચ્ચન પરિવાર પછી હવે બોલીવુડ (Bollywood Actor Aftab Shivdasani) અભિનેતા અફતાબ શિવદાસાની કોરોનાની (Corona Pozitive)ચપેટમાં આવી ગયા છે. કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યા પછી અફતાબ ડૉક્ટર્સની સલાહ પછી હોમ ક્વૉરંટાઇનમાં છે. અફતાબે પોતાના ચાહકો અને ફૉલોવર્સને સાવચેત રહેવાની અપીલ કરી છે.

અફતાબે ટ્વિટર પર નોટ લખીને કોવિડ-19 પૉઝિટીવ હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, "આશા છે કે તમે બધાં સ્વસ્થ હશો અને પોતાનું ધ્યાન રાખતાં હશો મને તાજેતરમાં જ સામાન્ય શરદી અને તાવના લક્ષણ હતા એટલે મેં કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો. જે પૉઝિટીવ આવ્યો છે. હું ડૉક્ટર્સ અને સંબંધિત અધિકારીઓની દેખરેખ હેઠળ છું. મને ઘરે જ ક્વૉરંટીન થવાની સલાહ આપવામાં આવી છે."




હું બધાને રિક્વેસ્ટ કરું છું કે, જે તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા, મહેરબાની કરીને પોતાની તપાસ કરાવી લે જેથી સુરક્ષિત રહી શકે. તમારી બધાંની શુભેચ્છાઓ અને સપોર્ટથી હું ટૂંક સમયમાં જ સ્વસ્થ થઈને પાછો આવીશ. સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝરનું વધુમાં વધુ ઉપયોગ કરો, જેથી જીવ બચી શકે. આપણે બધાં મળીને આને હરાવીશું.


અફતાબ શિવદાસાની તે એક્ટર્સમાં સામેલ છે, જેમણે મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન્સ પછી શૂટિંગ શરૂ કર્યું હતું. અફતાબ, ઝી5ની વેબસિરીઝ પૉઇઝન 2નું શૂટિંગ કરતાં હતા, જેની રિલીઝ ડેટ તાજેતરમાં જ જાહેર કરવામાં આવી હતી. આ સિરીઝ 16 ઑક્ટોબરના આવવાની છે.

 
 
 
View this post on Instagram

The new normal. The show must go on. ???? #poison2

A post shared by Aftab Shivdasani (@aftabshivdasani) onJul 4, 2020 at 11:12pm PDT

જુલાઇમાં અફતાબે આનું શૂટિંગ શરૂ કર્યું હતું અને ઑગસ્ટમાં આનું ટીઝર આવ્યું હતું. અફતાબ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં વધારે સક્રિય નથી. પૉઇઝન 2 દ્વારા તે ઓટીટી વિશ્વમાં ડેબ્યૂ કરે છે.

બોલીવુડમાં ઘણાં સેલેબ્રિટીઝ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. થોડોક સમય પહેલા જેનિલિયા દેશમુખનો પણ કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો, જો કે તે અસિમ્પટોમિક જ હતી. જેનેલિયા હોમ ક્વૉરંટીનમાં હતી. આ પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યા પણ કોવિડ-19 સંક્રમિત થઈ ચૂક્યાં છે. આ બધાં થોડાંક દિવસ હૉસ્પિટલમાં દાખલ હતાં.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2020 07:14 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK